Site icon hindi.revoi.in

ગુજરાતમાં NDRFની ટીમ એલર્ટ, 12 ટીમોને કરાઈ તૈનાત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારમાં એનડીઆરએફની 13 ટીમોને તૈનાત કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એનડીઆરએફની અન્ય ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળી હતી. જેમાં રાજ્યના વરસાદી માહોલ વચ્ચે NDRFની ટીમોને ડીપ્લોય કરવા સંબંધી ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન NDRFની 13 ટીમો રાજ્યનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે.

આવી જ રીતે 14 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે. તેમજ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે.

Exit mobile version