Site icon hindi.revoi.in

દાહોદ જિલ્લામાં 815 ચો.કિ.મીના વન વિસ્તારને લીધે દીપડાની વસતીમાં રાજ્યમાં બીજા સ્થાને

Social Share

દાહોદ: સમગ્ર રાજયમાં દીપડાની વસ્તીની દ્રષ્ટીએ દાહોદ જિલ્લો બીજા નંબરે છે અને અત્યારે તેમની વસ્તીમાં વધારો થયો છે. જેથી દેવગઢ બારીયા તાલુકામાં ઉચવાણ જંગલ સર્વે નં. 65માં રેસ્ક્યુ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સહભાગી વન વ્યવસ્થા હેઠળ 289 મંડળી અંતર્ગત 60773 કુંટુંબોને આવરી લેવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના નવેનવ તાલુકા જંગલ વિસ્તાર ધરાવે છે. કુલ 815.37 ચો.કિ.મી.નો જંગલ વિસ્તાર છે જે બારીયા વન વિભાગ અંતર્ગત આવે છે. તાલુકા પ્રમાણે દેવગઢ બારીયા સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે, દેવગઢ બારીયામાં કુલ 144.86 ચો.કિ.મી. વિસ્તાર જયારે ધાનપુરમાં 127.77 ચો.કિ.મી., દાહોદમાં 123.64 ચો.કિ.મી., ઝાલોદમાં 94.64 ચો.કિ.મી., ફતેપુરામાં 40.66 ચો.કિ.મી. સંજેલીમાં 61 ચો.કિ.મી., લીમખેડામાં 108.74 ચો.કિ.મી. વિસ્તાર, આ ઉપરાંત ગરબાડા અને લીમખેડા સહિત કુલ 13 રેન્જ અહીં આવેલી છે. છેલ્લા બે વર્ષમાં 2702 હેક્ટરમાં 19.85 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લાની 13 નર્સરીમાં 17.12 લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે.

આ રોપાઓનું 1791 હેક્ટર જંગલભાગમાં વાવેતર કરી ગાઢ જંગલ ઉભુ કરવામાં આવશે. નાયબ વનસંરક્ષકના જણાવ્યા મુજબ ગયા વર્ષમાં 30.33 લાખ કિ.ગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું. અત્યારે બારીયા વન વિભાગ હસ્તકના ઘાસ ગોડાઉનમાં 74.33 લાખ ઘાસ સંગ્રહ કરવામાં આવ્યું છે. દાહોદમાં ગાઢ વનવિસ્તારમાં જંગલી પ્રાણીઓ પણ રહેતા હોય અવાર નવાર વન્યપ્રાણીઓ દ્વારા માનવ હુમલા થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 89 બનાવો બન્યા છે. તેમજ 7 વ્યક્તિના મરણ પણ થયાં છે. મૃતકોના પરિવારજનોને ચાર લાખની રાજય સરકાર દ્વારા સહાય કરવામાં આવી હતી. જેમાંથી 232 મંડળીઓને અધિકાર પત્ર આપી જંગલ વિસ્તારના 39239.22 હેક્ટર વિસ્તાર સંરક્ષણ માટે આપેલો છે. તેમજ પેસા એક્ટ હેઠળ 3330 લાભાર્થીને 2266.42 હેક્ટર જંગલ વિસ્તાર ફાળવવામાં આવેલો છે. આ મંડળીના 422 સભ્યોને વિના મૂલ્યે વાંસ નંગ 61411 આપવામાં આવ્યા છે જેની કિંમત રૂ. 16 લાખ થાય છે. દાહોદમાં ગત વર્ષે જંગલ વિસ્તારમાં ભૂમિ અને ભેજ સંરક્ષણ અંતર્ગત 142 વનતલાવડી બનાવવામાં આવી છે. તેમજ 14 ચેકવોલ અને પંચાવન પરકોલેશન ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જયારે સુઝલામ સુફલામ યોજના અંતર્ગત 35 વનતલાવડી, પાંત્રીસ પરકોલેશન ટેંક બનાવવામાં આવ્યા છે. જયારે આ વર્ષે જંગલ વિસ્તારમાં 75 ચેકડેમ, 18 ચેકવોલ અને પાંત્રીસ પરકોલેશન ટેન્કનું આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version