Site icon hindi.revoi.in

ક્રિકેટપ્રેમી માટે ખરાબ સમાચાર, કોરોનાને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર નહીં જઈ શકે ટીમ ઇન્ડિયા !

Social Share

કોરોનાવાયરસને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે  અને તેના કારણે રમતગમતની દુનિયામાં પણ આ ઉથલ પુથલ ચાલી રહી છે. જો કે, ચાર મહિના બાદ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શરુ થયેલ ટેસ્ટ સીરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી તો થઇ ગઈ છે. પરંતુ કોરોનાની અસર હજી પણ ક્રિકેટ પર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં યોજાનાર પુરુષ એશિયા કપ મુલતવી રાખવામાં આવ્યો છે. ટી 20 વર્લ્ડ કપ અંગેનો નિર્ણય આજે પણ લઈ શકાય છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર નહીં જાય, જ્યાં તેમને ત્રિકોણીય સીરીઝ રમવાની હતી. સપ્ટેમ્બરમાં ભારતીય મહિલા ટીમ ત્રિકોણીય સીરીઝ માટે ઇંગ્લેન્ડની પ્રવાસે જવાની હતી, પરંતુ ભારતીય ટીમ સીરીઝમાંથી પાછળ હટી ગઈ છે. આ સીરીઝની ત્રીજી ટીમ સાઉથ આફ્રિકા છે.

સૂત્રએ જણાવ્યું કે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. એટલા માટે જ અમારી પાસે સીરીઝમાંથી પીછેહઠ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને બ્રિટનમાં આવવાની અમારી અસમર્થતા વિશે જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં અમે ઇંગ્લેંડમાં કેમ્પ લગાવી શકીશું નહીં, જે પહેલાંની યોજના હતી. તે પણ સ્પષ્ટ નથી કે, ભારતથી લંડન માટે આ એરલાઇન ક્યારે શરૂ થશે.

સૂત્રએ કહ્યું કે અમે ભારતીય પુરુષ ટીમની એશિયા કપ માટે ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને એશિયા કપ માટે શ્રીલંકાનો પ્રવાસ રદ કરી ચુક્યા છીએ. દરેક વ્યક્તિ આ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને અમને ધૈર્યની જરૂર છે. ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટની 24 સભ્યોની ટીમ છેલ્લા ચાર અઠવાડિયાથી ટૂર્નામેન્ટ માટે મેદાન પર પરસેવો વાળી રહી છે. પરંતુ હવે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ત્રિકોણીય સીરીઝને સાઉથ આફ્રિકા સાથે દ્વિપક્ષીય સીરીઝમાં બદલવાની ફરજ પાડશે.

(Devanshi)

Exit mobile version