નવી દિલ્હી: વેપારમાં ખોટા બિલિંગ અથવા ચાલાનને કારણે ભારતને 13 અબજ ડોલર અથવા લગભગ 90 હજાર કરોડ રૂપિયાનું મહેસૂલી નુકસાન થયું છે.
અમેરિકાની સંશોધન સંસ્થા ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્ટિગ્રિટીના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તે 2016માં દેશની કુલ મહેસૂલ આવકના 5.5 ટકા થાય છે.
જીએફઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2016માં સંભવિત મહેસૂલી નુકસાનનું જોખમ ધરાવતી આયાતના બે તૃતિયાંશ આવક માત્ર એક દેશ ચીનમાંથી થઈ હતી. આ વર્ષે ચીન ભારતીય આયાતનો સૌથી મુખ્ય સ્ત્રોત હતો.
ભારત – વેપારમાં ખોટા ચાલાનથી થનારા સંભવિત મહેસૂલી નુકસાન- શીર્ષકવાળા રિપોર્ટમાં 2016માં દ્વિપક્ષીય વેપાર આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તાજેતનરા વર્ષોમાં આ વર્ષ ઉલ્લેખનીય આંકડા ઉપલબ્ધ છે. આ રિપોર્ટને સંયુક્ત રાષ્ટ્ર (કૉમટ્રેડ)એ પ્રકાશિત કર્યો છે.
રિપોર્ટ કહે છે કે વેપારમાં ખોટા બિલ-ચાલાનથી દેશના પ્રત્યેક અન્ય દેશ પ્રભાવિત છે. અન્ય દેશથી આવનારી આયાતને બહાર નાણાં મોકલવા માટે અતિશયોક્તિ દ્વારા દર્શાવી શકાય છે અથવા તો પછી સીમા શુલ્ક કે મૂલ્યવર્ધિત કર (વેટ) બચાવવા મટે તેને ઓછું કરીને દર્શાવી શકાય છે.
આવા પ્રકારે અન્ય દેશો માટે થનારી નિકાસને ઘટાડ઼ીને દર્શાવી નાણાં બહાર મોકલી શકાય છે અથવા તેને વધારે દર્શાવી વેટનો દાવો કરી શકાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેના માટે ચાહે જે પણ રીત ઉપયોગમાં લેવામાં આવે, તેનું આખરી પરિણામ એ હોય છે કે મોટા પ્રમાણમાં કર મહેસૂલનું સંગ્રહણ થઈ શકતું નથી.
રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે ભારતની તમામ સરકારોને એફએટીએફની મની લોન્ડ્રિંગ વિરોધી ભલામણોને સંપૂર્ણપણે લાગુ કરવાને પ્રોત્સાહિત કરવી જોઈએ. આ કાયદો પહેલેથી છે, તેને કડકાઈથી લાગુ કરવાની જરૂરત છે.