દેશના રાજ્યની કુલ વસ્તીના માત્ર 1 ટકા એવા જમ્મુ-કાશ્મીર રાજ્યને લઈને ઐતિહાસિક નિર્ણય લેતા નરેન્દ્ર મોદીએ રાજ્યમાંથી કલમ 370 હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાના સુચનો કર્યા છે. ત્યારે જમ્મુ અને કાશ્મીર સાથે લદ્દાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કલમ 370 ને કારણે જમ્મુ-કાશમીર વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો, જે હેઠળ રાજ્યનો પોતાનો કાયદો હતો અને અન્ય કોઈ રાજ્યનો નાગરિક ત્યાં જમીન ખરીદી શકતો ન હતો.
જમ્મુ-કાશમીરમાં કલમ 370 હટાવ્યા બાદ હવે ત્યા પણ એજ કાનુન લાગુ પડશે જે દેશના અન્ય રાજ્યને લાગુ પડે છે, પાકિસ્તાન સીમાથી જોડાયેલા હોવાથી અને રાજ્યમાં સમાન દરજ્જાને ધ્યાનમાં રાખતા જમ્મુ-કાશમીરની સુરક્ષા કાયમી ધોરણે બનાવી રાખવા સરકારે પોતાની આવકના કુલ ભાગમાંથી અંદાજે 10 ટકાની આવક આ રાજ્યપર કર્ચ કરવી પડે છે.કેન્દ્ર સરકારે વિતેલા 16 વર્ષમાં પ્રતિ કાશમીરી પર 92 હજાર રુપિયાનો ખર્ચ દર વર્ષે કર્યો છે જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વ્યક્તિ દિઠ ખર્ચ માત્ર 42 હજાર રુપિયા છે,ઉત્તર પ્રદેશની વસ્તી દેશની કુલ સંખ્યાના 13 ટકા બરાબર છે.
નાણાં મંત્રાલયના જાહેર થયેલા આંકડો મુજબ અત્યાર સુધીના વિશેષ હક્ક અને દરજ્જા ઘરાવના રાજ્યોમાં 10 રાજ્યની સરખામણીમાં કાશમીર પર 25 ટકાથી વધુ ખર્ચો કર્યો છે 16 વર્ષોમાં કાશમીર પર ભારત સરકારે અંદાજે 1.14 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે જો કે આઝાદી પછીના 70 વર્ષમાં આ રાજ્યોને કેન્દ્ર સરકાર ચાર લાખ કરોડથી વધુ રુપિયા આપી ચુકી છે.
આ આર્થિક બાબતની વાત છે પણ જો હવે સુરક્ષાની વાત કરીયે તો વર્ષ 1998થી 2019 સુધી જમ્મુ-કાશમીરમાં આતંકી ઘટનાઓ અને હિંસામાં અંદાજે 6500 જવાનો શહીદ થયા છે જ્યારે આ સમય દરમિયાન સુરક્ષાદળોની કાર્યવાહીમાં 23 હજાર 64દ તંકવાદીઓ ઠાર મરાયા છે અને આટલા 16 વર્ષોમાં અંદાજે રાજ્યમાં 47 હજાર 235 આતંકી હુમલાઓ અને હિંસાઓ થઈ ચુકી છે
જમ્મૃકાશમીરના લોકો માટે ભારત સરકારે હમેંશા છૂટ્ટાહાથે રુપિયા ખર્ચ કર્યા છે અને અનેક યોજનાઓ હેઠળ અહિ ગરીબી ઓછી કરવા સરકાર તત્પર રહી છે.આકડાઓ મુજબ વર્ષ 1980માં જમ્મુ કાશમીરમાં અંદાજે 25 ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવી રહી હતી ત્યારે પાછલા 20 વર્ષમાં આ સંખ્યા ઘટીને માત્ર 3 ટકા થઈ ચુકી છે, 1991-92માં દેશમાં વ્યક્તિ દિઠ ખર્ચ 576 રુપિયા હતાજ્યારે કાશમીરમાં તે સમયે પણ વ્યક્તિ દિઠ ખર્ચ 3 હજાર 197 રુપિયા હતો.
ઉલ્લેળનીય છે કે ભારતમાં રહીને પણ પાકિસ્તાનમાં સમર્થનમાં વાતો કરનારા રાજ્યના અલગાવવાદી નેતાઓની સુરક્ષામાં પમ 100 કરોડનો ખર્ચ કરવામાં વે છે જેમાં વધુ રુપિયા કેન્દ્ર સરકાર મારફત પવામાં આવે છે,કેન્દ્ર સરકાર જ્યા 90 ટકા ખર્ચનો ભાગ આપે છે ત્યારે કાશમીર સરકાર માત્ર 10 ટકાજ ખર્ચનો ભાગ આપે છે
ઉલ્લેખનીય છે કે, ભૌગોલિક, વ્યૂહાત્મક અને અખંડિતતા તથા દેશની સુરક્ષાના દૃષ્ટિકોણથી, જમ્મુ-કાશમીર ભારત માટે ખૂબ મહત્વનું રાજ્ય છે. કુદરતી સંસાધનોથી ભરેલા આ રાજ્યમાં હિમાલયની ટેકરીઓ ભારતને કમાન્ડિંગ હાઈટ આપે છે જેના કારણે આપણા જવાનો દેશની સુરક્ષા પર નજર રાખી શકે છે.