Site icon Revoi.in

ભારત ચાર વર્ષમાં તૈયાર કરી લેશે હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ

Social Share

અવાજથી પાંચ ગણી વધારે ઝડપથી પ્રહાર કરનારી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલોને ડીઆરડીઓ આગામી ચાર વર્ષોમાં તૈયાર કરી લેશે. હાલ દુનિયાના કોઈપણ દેશની પાસે આવી મિસાઈલ નથી. ભારત સિવાય અમેરિકા, ચીન અને રશિયા પણ હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલો પર કામ કરી રહ્યા છે. ડીએમએસઆરડીઈમાં આયોજીત વૈજ્ઞાનિક સેમિનારમાં મુખ્ય અતિથિ આવેલા ડીઆરડીઓના નેવલ સિસ્ટમના મહાનિદેશક ડૉ. એસ. વી. કામતને બુધવારે આના સંદર્ભે જાણકારી આપી છે.

ડૉ. કામતે જણાવ્યુ છે કે ડીઆરડીઓ સાત ક્લસ્ટરમાં વિભાજીત છે અને સંગઠનની 52 લેબ છે. ભવિષ્યની સુરક્ષા અને મારક હથિયારો સંદર્ભે જણાવવામાં આવે છે કે હાઈપરસોનિક મિસાઈલો પર કામ ઝડપથી થઈ રહ્યું છે. અવાજની ઝડપથી પાંચ ગણી વધારે ગતિ ધરાવતી હાઈપર સોનિક મિસાઈલ માટે એવા મટિરિયલની તૈયાર કરવાનું હોય છે કે જે 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને સરળતાથી સહન કરી શકે. તેની સાથે આ મિસાઈલનું વજન ઓછું હોવું પણ જરૂરી છે. જેથી તે વાયુમંડળના દબાણને પણ આસાનીથી સહન કરી શકે છે.

વિશેષતા

હવામાંથી પાંચ ગણી ઝડપ

અત્યાર સુધી કોઈપણ દેશ પાસે મિસાઈલ ઉપલબ્ધ નથી

1500 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન કરી શકે છે સહન

અમેરિકા, ચીન અને રશિયા પણ કરી રહ્યા છે આના સંદર્ભે કામગીરી

ડીએમએસઆરડીઈના એડિશનલ કમિશનર ડૉ. ડી. એન. ત્રિપાઠી સાથે ડીઆરડીઓના મહાનિદેશક ડૉ. કામતે કહ્યુ છે કે નૌસેનાની શક્તિ વધારવા માટે નવું સોનાર બનાવવા જઈ રહ્યા છે. સમુદ્રના ઊંડાણમાં રડાર વગરે કોઈપણ મોનિટરિંગ સિસ્ટમ કામ કરી શકતી નથી. ત્યાં દુશ્મનની સબમરીનો પર નજર માત્ર સોનાર સિસ્ટમ રાખી શકે છે, કારણ કે સબમરીનોની ઓળખ માત્ર તેમના અવાજથી જ થઈ શકે છે. સોનાર પણ દુશ્મની સબમરીનોના એન્જિનના અવાજના આધારે ઓળખ કરે છે.

ભારત દુનિયાના એ પાંચ દેશોમાં સામેલ થઈ ગયું છે, જે ખુદ ટોરપીડો બનાવી રહ્યું છે. ટોરપીડો એટલે કે સમુદ્રની અંદર સબમરીનોને નષ્ટ કરવા માટેની બેહદ હાઈટેક મિસાઈલ. પાણીની અંદર ગન અને દારૂગોળો કામ કરતો નથી. ટોરપીડોની મારકક્ષમતા અને શક્તિ તેની બેટરી હોય છે. લીથિયમ આયનની બેટરીની શક્તિ 10સી હોય છે. એવું સમજી લો કે મોટામાં મોટા વ્હીકલ માટે માત્ર 1-સીની બેટરી પુરતી છે. ટોરપીડોની બેટરીની શક્તિને અનેકગણી વધારવામાં આવી રહી છે.