Site icon hindi.revoi.in

DRDOએ કર્યું મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ

Social Share

ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નુલમાં સ્વદેશ નિર્મિત મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું બુધવારે સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ એમપીએટીજીએમનાં સફળ પરીક્ષણની આ ત્રીજી શ્રૃંખલા છે. આનો ઉપયોગ સેના દેશની સુરક્ષામાં કરશે. મહત્વપૂર્ણ છે કે મિસાઈલને સેનાની ઈન્ફેન્ટ્રી બટાલિયનો માટે તૈયાર કરાઈ રહી છે. મિસાઈલને મેન પોર્ટેબલ ટ્રાઈપોડ લોન્ચરથી ફાયર કરવામાં આવી હતી અને તેણે સફળતાપૂર્વક ટાર્ગેટને તબાહ કર્યો હતો.

લાક્ષણિકતા-

મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત કરાઈ છે

મિસાઈલમાં અલ્ટ્રા-આધુનિક ઈમેજિંગ ઈન્ફ્રારેડ રડાર લગાવવામાં આવ્યા છે

દુશ્મનની ટેન્કો અને બખ્તરબંધ વાહનોને તબાહ કરવા માટે સક્ષમ

એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ ઉચ્ચ વિસ્ફોટકોથી સજ્જ છે

મહત્તમ મારક ક્ષમતા 2.5 કિલોમીટરની છે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓને અભિનંદન આપ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે આ પરીક્ષણની સાથે જ યોગ્ય ટેન્ક વિરોધી નિર્દેશિત મિસાઈલને બનાવવામાં સફળતા મળી છે. આ મિસાઈલની ત્રીજી પેઢીને સ્વદેશમાં વિકસિત કરવાનો સેનાનો માર્ગ પ્રશસ્ત થયો છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય સેનાના મનોબળમાં વધારા હેઠળ ડીઆરડીઓએ બુધવારે કર્નુલ રેન્જથી સ્વદેશ વિકસિત ઓછા વજનની, ફાયર કરો અને ભૂલી જાવ, એમપીએટીજીએમનું સફળ પરીક્ષણ કર્યું છે. મંત્રાલયે કહ્યું છે કે આ મિસાઈલને મનુષ્ય દ્વારા વહન કરનારા ટ્રાઈપોડ લોન્ચરથી પ્રક્ષેપિત કરવામાં આવી અને તેમણે નિર્ધારીત લક્ષ્યને ભેદવામાં સફળતા મેળવી છે.

મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાએ પોખરણ ફીલ્ડ ફાયરિં રેન્જમાં આના પહેલા ત્રીજી પેઢીની એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ પણ ડીઆરડીઓએ જ બનાવી હતી.2018માં નાગ મિસાઈલની વિન્ટર યૂઝર ટ્રાયલ પણ કરવામાં આવી હતી.

Exit mobile version