Site icon hindi.revoi.in

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક “થૉટ્સ ઑન પાકિસ્તાન”: વિભાજન બાદ હિંદુ બહુલ ભારતમાં મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગવાનો વિશ્વાસ હતો?

Social Share

આંદોલનો આદર્શોને પામવા માટે પુરી શક્તિ લગાવીને થતા હોય છે.. પરંતુ ત્યાર બાદના નિર્ણયો આદર્શોની લાગણીઓમાં તણાયા વગર ઉભા થયેલા સંજોગોને આધારે વાસ્તવિકતાના ધરાતલ પર કરવા જોઈએ. આઝાદીની લડત વખતે ભારત પાસે આવા બે વ્યવહારકુશળ અને વાસ્તવિકતાને આધારે લાગણીઓને બાજુએ મુકીને વિચારનારા અને નિર્ણય લેનારા નેતા હતા.. જેમાં લોહપુરુષ સરદાર પટેલ અને આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો સમાવેશ થાય છે. ભારતના સેક્યુલર કલેવરને સાબૂત રાખનારું બંધારણ આપનારા ડૉ. આંબેડકરે પોતાના પુસ્તક- થોટ્સ ઓન પાકિસ્તાનમાં ભારત વિભાજન સંદર્ભે પોતાના વિચારો સ્પષ્ટપણે દર્શાવ્યા છે.

આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના વિભાજન સંદર્ભેના વિચારો ગાંધીજી કરતા તદ્દન વિપરીત હતા. તેમણે તત્કાલિન હિંદુ અને મુસ્લિમ સમાજમાં પેદા થયેલા રાજકીય વિદ્વેષની વાત કોઈપણ શબ્દોના આડંબર વગર સ્પષ્ટતાથી કરી હતી.

હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે માત્ર અંતર નથી, શત્રુતા છે. બંને વચ્ચેના અંતરનું કારણ ભૌતિક નથી. તેનું સ્વરૂપ આધ્યાત્મિક છે. તેના મૂળ કારણની ઉત્પતિ ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક વિદ્વેષના ગર્ભમાંથી થઈ છે. રાજકીય વિદ્વેષની તેની અભિવ્યક્તિ માત્ર છે. – ડૉ. આંબેડકર (થોટ્સ ઑન પાકિસ્તાન, પૃ-311)

આંબેડકરે અખંડ ભારતની આઝાદીની સંભાવનાઓ અને તેની વાંછનીયતાઓ સંદર્ભે કેટલીક અતિગંભીર આશંકાઓ પ્રગટ કરી હતી. ઉલ્લેખનીય છે કે અખંડ ભારતનો વિચાર દક્ષિણપંથી સંગઠનોની આકાંક્ષાઓનો આજે પણ ભાગ છે.

શું અખંડ ભારતની આઝાદી ખરેખર એવો આદર્શ છે કે જેના માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ- આ એક વિચારણીય પ્રશ્ન છે. પહેલી વાત, જો ભારત અવિભાજીત પણ રહેશે, તો તેની એકતા આંગિક નહીં હોય. ભારત કહેવા માટે તો એક દેશ હશે, પરંતુ હકીકતમાં તે બે દેશ જ રહેશે- હિંદુસ્તાન અને પાકિસ્તાન, એક કૃત્રિમ અને આરોપિત બંધનોથી જોડાયેલો દેશ. આ દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને કારણે થશે. દ્વિરાષ્ટ્રવાદનો સિદ્ધાંત એકતાની ભાવનાને વિકસિત થવા દેશે નહીં. દ્વૈતવાદના વિષાણુ બોડી પોલિટિકમાં ફેલાને એવા ઉન્માદને જન્મ આપશે, જે આ કૃત્રિમ એકતાને ધ્વસ્ત કરવા માટે આખરી ક્ષણ સુધી લડશે. જો દૈવિક શક્તિની કૃપાથી ભારતનું એકીકૃત સ્વરૂપ બચી પણ જાય, તો એટલું તો નિશ્ચિત છે કે ભારત એક રુગ્ણ અને દુર્બળ રાજ્ય હશે. આ કૃત્રિમ એકતાને કારણે તેની જીવંતતા સૂકાતી જશે, આંતરિક સંબંધો ઢીલા પડતા ઝશે, લોકોમાં પ્રેમ અને વિશ્વાસની ભાવના દુર્બળ થતી જશે અને તેની સાથે ભારતનો નૈતિક અને ભૌતિક વિકાસ ધીમો પડતો જશે. – ડૉ. આંબેડકર (થૉટ્સ ઑન પાકિસ્તાન, પૃ-334-335)

મુસ્લિમ કોમવાદ સમય સાથે લુપ્ત થવાની વાત સાથે આંબેડકર સંમત ન હતા. તેમને રાષ્ટ્રવાદી મુસ્લિમોની શક્તિ અને નિયત પર પણ શંકા હતી કે તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મિત્રતા સ્થાપિત કરવામાં સફળ થઈ શકશે.

“મુસ્લિમ લીગ સાથે રહેલા રાષ્ટ્રવાદી મુસ્લિમો અને કોમવાદી મુસ્લિમોમાં કોઈ ફરક કરવો અઘરો છે. તેમા કોઈ શંકા નથી કે રાષ્ટ્રવાદી મુસ્લિમો કોંગ્રેસના આદર્શ, લક્ષ્ય અને નીતિઓ પ્રત્યે સમર્પિત છે. વાસ્તવમાં કોંગ્રેસમાં એવા લોકો છે કે જઓ એવું માને છે કે બંનેમાં કોઈ અંતર નથી તથા રાષ્ટ્રવાદી મુસ્લિમો કોમવાદી મુસ્લિમોનો આગામી પડાવ છે. રાષ્ટ્રવાદી મુસ્લિમોની સચ્ચાઈ ત્યારે સામે આ જાય છે કે જ્યારે રાષ્ટ્રવાદી મુસ્લિમ ડૉ. અંસારી દ્વારા કમ્યુનલ એવોર્ડના વિરોધનો ઈન્કાર કરાયો હતો. મુસ્લિમો પર મુસ્લિમ લીગનો એટલો પ્રભાવ વધી ગયો છે કે તેના મુસ્લિમ નેતાઓ જે મુસ્લિમ લીગના વિરોધી હતા, હવે મુસ્લિમ લીગમાં સામેલ થવા માંગે છે અથવા તેની સાથે મધુર સંબંધો બનાવવા ઈચ્છે છે. જ્યારે સિકંદર હયાત અને બંગાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફઝલુલ હકના વિચારો અને વ્યવહારો પર નજર કરીએ તો આ તથ્યની સચ્ચાઈ પર વિશ્વાસ કરવો પડે છે.” – ડૉ. આંબેડકર (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ 406-407)

સેક્યુલર ભારતના સેક્યુલર બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે ભાગલાની સાથે વસ્તીની અદલા-બદલી પણ કરવામાં આવે. તેમનું સ્પષ્ટ માનવું હતું કે જો આમ નહીં થાય તો જે સમસ્યાને ઉકેલવા માટે વિભાજન જરૂરી લાગી રહ્યું છે.. તેનો ઉદેશ્ય ક્યારેય પૂર્ણ નહીં થાય. તબાદલા-એ-આબાદી વગર થયેલા ભાગલા બાદ પણ પરિસ્થિતિ પહેલા જેવી જ રહેશે અને વિભાજન નિરર્થક અને બેઈમાની હશે. ભારતમાં તો મુસ્લિમો સુરક્ષિત રહેશે.. પરંતુ પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ શું થશે તે કહેવું ઘણું મુશ્કેલ છે…

તેને જરૂરથી સ્વીકારવું પડશે કે પાકિસ્તાન બની જવા માત્રથી હિંદુસ્તાનમાં કોમવાદી તણાવ ખતમ થશે નહીં, પાકિસ્તાન પોતાની રીતે પોતાની વસ્તીમાં એકરૂપતા લાવવામાં સફળ રહેશે. પરંતુ ભારત એક મિશ્રિત રાજ્ય રહેશે. ભારતમાં વસ્તીની એકરૂપતા લાવવા માટે આવશ્યક છે કે વસ્તીની અદલા-બદલી થાય. પાકિસ્તાનથી તમામ હિંદુઓ ભારતમાં આવી જાય અને ભારતના તમામ મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાય. જ્યાં સુધી આમ નહીં થાય, તતો પાકિસ્તાન બન્યા બાદ પણ ભારતમાં બહુમતી વિરુદ્ધ લઘુમતીની સમસ્યા યથાવત રહેશે જેવી પહેલેથી છે અને હિંદુસ્તાનના બોડી પોલિટકમાં દુર્ભાવના પેદા કરતી રહેશે. જે લોકો વસ્તીની અદલા-બદલીની મજાક ઉડાવી રહ્યા છે, તેમણે તુર્કી, ગ્રીસ અને બલ્ગેરિયામાં પેદા થયેલી લઘુમતીઓની સમસ્યાનો ઈતિહાસ વાંચવો જોઈએ. આ દેશોએ જે કામ કર્યું તે સાધારણ કામ હતું નહીં. બે કરોડ લોકોની વસ્તીની અદલા-બદલી કરવામાં આવી. સમસ્યાની જટિલતાને જોતો તેમણે સાહસને છોડયું નથી અને સફળતાપૂર્વક આ કઠિન કામ પૂર્ણ કરવામાં આવ્યું, કારણ કે તેમના માટે સામુદાયિક શાંતિ અન્ય સમસ્યાઓથી વધારે મહત્વપૂર્ણ હતી. વસ્તીની અદલા-બદલી સામુદાયિક શાંતિ માટે એકમાત્ર રસ્તો છે. જો પોતાના મર્યાદીત સાધનો છથાં ગ્રીસ, તુર્કી અને બલ્ગેરિયા જેવા નાના દેશો આ કામ કરી શકે છે, તો કોઈ કારણ નથી કે હિંદુસ્તાન આમ કરી શકે નહીં. – ડૉ. આંબેડકર (થોટ્સ ઑન પાકિસ્તાન, પૃ-102-104)

વસ્તીની અદલા-બદલી નહીં થવા છતાં પણ આંબેડકર ભારતનું વિભાજન ઈચ્છતા હતા. તેમને વિશ્વાસ હતો કે વિભાજન બાદના ભારતમાં હિંદુઓની બહુમતી હશે અને સંસદમાં સાંસદોની ભારે બહુમતીથી મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગશે. પરંતુ ભારતમાં વોટબેંકની રાજનીતિમાં મુસ્લિમ તુષ્ટિકરણ માટે દેશના લગભગ તમામ રાજકીય પક્ષોની નીતિને કારણે કોમવાદ અને આતંકવાદની સમસ્યાઓનો અવાર-નવાર સામનો કરવો પડે છે. લાગે છે કે ભારતના ભાગલા સ્વીકાર કરાયા બાદ તત્કાલિન કોંગ્રેસી નેતાઓ અને ખાસ કરીને જવાહરલાલ નહેરુની અવાસ્તવિક આદર્શવાદમાં દૂરદ્રષ્ટિનો સ્પષ્ટ અભાવ હોવાનું દેખાઈ રહ્યું હોય તેવું પ્રતીત થાય છે.

Exit mobile version