Site icon hindi.revoi.in

અફવાઓથી દૂર રહો, કોંગ્રેસમાં ધરખમ પરિવર્તનની તૈયારી: રણદીપ સૂરજેવાલા

Social Share

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટાપાયે ઉચ્ચસ્તર પર ફેરફારની તૈયારીઓ થઈ રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજીનામાની પેશકશ કરવામાં આવી છે, પરંતુ તેને સીડબ્લ્યૂસીએ નામંજૂર કર્યું છે. તેની સાથે જ ઘણાં પ્રદેશ પ્રમુખોએ પણ પોતાના રાજીનામા આપ્યા છે. પરંતુ તેના ઉપર પણ નિર્ણય થઈ શક્યો નથી.

માનવામાં આવે છે કે કોંગ્રેસ આ મોટી હાર બાદ પાર્ટી સ્તર પર આમૂલચૂલ પરિવર્તન કરશે, જેથી લોકોને સંકેત આપી શકાય કે દેશની સૌથી જૂની પાર્ટી પણ વખતોવખત મોટા પરિવર્તન કરી શકે છે. કેટલાક એવા જ સંકેત કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાએ પોતાના વક્તવ્યમાં આપ્યા છે. તેમણે સોમવારે જાહેર કરેલી એક પ્રેસ રિલીઝમાં કહ્યુ છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં હારને એક મોટા અવસર તરીકે લઈ રહી છે અને આગળ કેટલાક મોટા પરિવર્તન જોવા મળી શકે છે.

સૂરજેવાલાએ પ્રેસ રિલીઝમાં કહ્યુ છે કે કોંગ્રેસ કાર્ય સમિતિ પાર્ટીમાં નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે. આ એવો લોકતાંત્રિક મંચ છે, જ્યાં વિચાર આપવા અને લેવામાં આવે છે, નીતિઓ બનાવવામાં આવે છે તથા તેમા સુધારા માટે જરૂરી કાર્યવહી કરવામાં આવે છે. તેને લઈને 25 મેની બેઠકમાં સીડબ્લ્યૂસીએ પોતાની વાત રજૂ કરી હતી. કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં હારને એક અવસર તરીકે જોવે છે, જેથી પાર્ટીના સંગઠન સ્તર પર મોટા પરિવર્તનો કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટીએ આ કામ માટે અધ્યક્ષ રાહુલ ગાંધીને અધિકૃત કર્યા છે.

સૂરજેવાલાએ કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી આશા કરે છે કે તમામ લોકો ત્યાં સુધી કે મીડિયા પણ સીડબ્લ્યૂસીની અંદરખાને મીટિંગનું સમ્માન કરે. મીટિંગ સંદર્ભે જાહેરમાં ઘણી અટકળો લગાવાઈ રહી છે. ઘણાં પ્રકારની અફવા ઉડી રહી છે. આમ કરવું યોગ્ય નથી.

સૂરજેવાલાએ કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસમાં સામુહિકપણે જવાબદારી લેવામાં આવી છે અને આગળ શું થઈ શકે છે, પાર્ટીની સમક્ષ કેવા પડકારો છે, તેના પર મંથન ચાલી રહ્યું છે. હારનું ઠીકરું કોઈ એક વ્યક્તિ પર ફોડવું યોગ્ય નથી. બેઠકમાંહારને લઈને શું નિર્ણ થયો, તેના સંદર્ભે 25મી મેના રોજ જાહેરમાં જણવવામાં આવ્યું હતું.

સૂરજેવાલાએ કહ્યુ છે કે અમે તમામ લોકો ત્યાં સુધી કે મીડિયાને પણ આગ્રહ કરીએ છીએ કે અફવાઓ અને અટકળો પર કાન ધરે નહીં અને કોંગ્રેસ પાર્ટી આગળ શું પગલું ઉઠાવે છે, તેની રાહ જોવે.

મીડિયામાં એક જૂથમાં એવા અહેવાલ છે કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ હવે કોંગ્રેસના પ્રમુખોમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે. પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર 52 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. 2014માં કોંગ્રેસને 44 બેઠકો મળી છે, આના સંદર્ભે માત્ર આઠ બેઠકો વધારે આવી છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ પ્રમાણે, ચૂંટણી પરિણામોમાં બેહદ ખરાબ પ્રદર્શન બાદ હવે ઘણાં મહાસચિવો અને રાજ્યના પ્રદેશ એકમના પ્રમુખો પર કાર્યવાહીની શક્યતા છે. પાર્ટી જવાબદેહી નક્કી કરશે. આ કામ માટે કોંગ્રેસ કાર્ય સમિતિએ શનિવારે રાહુલ ગાંધીને અધિકૃત કર્યા છે.

આના પહેલા રાહુલ ગાંધીએ પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને સીડબ્લ્યૂસી દ્વારા એકસૂરમાં નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં સમિતિએ રાહુલ ગાંધીને દરેક સ્તરે પાર્ટીમાં પરિવર્તનની જવાબદારી સોંપી છે.

સૂત્રો પ્રમાણે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સીડબ્લ્યૂસીની બેઠકમાં ઘણું સ્પષ્ટ બોલતા નજરે પડયા હતા અને તમણે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ બક્ષ્યા ન હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કથિતપણે સીડબ્લ્યૂસીની બેઠકમાં કહ્યુ છે કે કેટલાક વરિષ્ઠ નેતાઓએ પોતાના પુત્રોના હિતોને પાર્ટીના હિતોથી આગળ રાખ્યા હતા.

Exit mobile version