Site icon Revoi.in

યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પ : “વૈશ્વિકરણ વીતેલા જમાનાની વાત, આઝાદી ચાહો છો તો પોતાના દેશને પ્રેમ કરો”

Social Share

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયું હતું અને ત્યારે તેમણે ઉદારીકરણની વાત કરી હતી. પરંતુ ગત બે દશકમાં આનાથી વિપરીત થયું છે.

ચીનના કારણે વધી અમેરિકામાં બેરોજગારી

ટ્રમ્પે કારોબાર અસંતુલનને લઈને ચીન પર આકરા વાકપ્રહારો કર્યા છે. ટ્રમ્પે કહ્યુ છે કે ગત એખ દશકમાં કેટલાક દેશોએ ગ્લોબલાઈઝેશનનો ખરાબ રીતે ફાયદો ઉઠાવ્યો છે. આઉટસોર્સિંગને કારણે મિડલ ક્લાસને સમસ્યાઓ ઉઠાવવી પડી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આઉટસોર્સિંગને કારણે લાખો લોકોને અમેરિકામાં નોકરીઓ ગુમાવવી પડી છે. તેમણે કહ્યુ છે કે 2001માં ચીન ડબલ્યૂટીઓમાં સામેલ થયું હતું. ચીને ત્યારે ઉદારીકરણની વાત કહી હતી. પરંતુ બે દશક બાદ આ વાત ખોટી સાબિત થઈ છે. તેના સિવાય તેમણે અમેરિકાની કંપની માઈક્રોન ટેક્નોલોજીને ચીનમા પ્રતિબંધિત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચીનને કારણે અમેરિકામાં 60 હજાર કંપનીઓ બંધ થઈ હોવાનુ પણ ટ્રમ્પે જણાવ્યું છે.

લોકશાહી માટે સાર્વભૌમતા જાળવો, શાંતિ માટે પોતાના દેશને પ્રેમ કરો: ટ્રમ્પ

ટ્રમ્પે ગ્લોબલાઈઝેશનને વીતેલો જમાનો ગણાવતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું હશે. તેમણે કહ્યુ છે કે જો તમે આઝાદી ચાહો છો, તો તમારા દેશ પર ગર્વ કરો. લોકશાહી ચાહો છો, તો સાર્વભૌમતા જાળવી રાખો. શાંતિ ચાહો છો, તો તમારા દેશની સાથે પ્રેમ કરો.