Site icon hindi.revoi.in

કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ: ડોનાલ્ડ ટ્રમ્પ

Social Share

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ થયા સામેલ

ટ્રમ્પે પોતાને ભારતના સાચા મિત્ર ગણાવ્યા

ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના કર્યા વખાણ

હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના જન્મસ્થાન પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદની સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયા હતા અને 100 મિનિટથી વધારે સમય સુધી રોકાયા હતા. પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઉષ્માભેર આવકાર્યા હતા અને તેમને મંચ પર લઈ આવ્યા હતા. મંચ પર પણ બંને વચ્ચે ઘનિષ્ઠતા તેમની બોડી લેંગ્વેજમા જોવા મળી હતી. ભારત અને અમેરિકાના રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ શરૂ થયો હતો.

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ હ્યુસ્ટન, ગુડ મોર્નિંગ ટેક્સસ, ગુડ મોર્નિંગ અમેરિકા,થી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજે આપણી સાથે એક ખાસ વ્યક્તિત્વ છે, જે કોઈ પરિચયનું મોહતાજ નથી. તેમની સાથે મુલાકાત કરીને દરેક વખતે દોસ્તીનો અહેસાસ થયો છે. અબકી બાર ટ્રમ્પ સરકાર. તેમણે કહ્યુ કે અમેરિકાની અર્થવ્યવસ્થાન ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી મજબૂત કરી છે.

બાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યુ છે કે અમેરિકા સૌથી સાચા, વફાદાર દોસ્તોમાંથી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. ભારત અને અમેરિકાના સંબંધો આજ જેવા મજબૂત ક્યારેય રહ્યા નથી. અમેરિકાના બેહદ ખાસ મિત્ર છે પીએમ મોદી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે બંને દેશોના લોકો ખુશહાલ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસોન્મુખ નીતિઓને કારણે ભારતમાં 30 કરોડ લોકો ગરીબી રેખાની ઉપર આવ્યા છે, આ શાનદાર સંખ્યા છે.

તેમણે કહ્યુ છે કે ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થાઓ બહેતર થઈ રહ છે. અમેરિકામાં બેરોજગારી 50 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. ભારતીય-અમેરિકન નવી તકનીકમાં આગળ છે.

ટ્રમ્પે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું તમારી સાથે મળીને બંને દેશોને વધુ ખુશહાલ બનાવીશું. ભારતમાં અમેરિકાની નિકાસ વધી રહી છે.

ટ્રમ્પે કહ્યુ છે કે મુંબઈમાં એનબીએ બાસ્કેટબોલ શરૂ થશે. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેમને આમંત્રિત કરાશે, તો તેઓ ભારત જરૂર આવશે. અમે ભારતમાં રોકાણ વધારી રહ્યા છીએ. અમેરિકા અને ભારત વચ્ચે સામરીક ભાગીદારી વધી છે.

ટ્રમ્પે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયા મજબૂત, ફાલતુ-ફૂલતું અને સાર્વભૌમ ભારત જોઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ મોટો પડકાર છે. ભારત અને અમેરિકા માને છે કે આપણે પોતાની સીમાઓની સુરક્ષા કરવી જોઈએ. ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ છે.

Exit mobile version