Site icon hindi.revoi.in

યુક્રેન પર સવાલ પુછનાર પત્રકારને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખખડાવ્યો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલના સમયે યુક્રેનને લઈને ચાલી રહેલા વિવાદને કારણે દરેકના નિશાને છે. વિપક્ષ તેમને ઘેરી રહ્યું છે, તો મીડિયા તીખા સવાલ પણ પુછી રહ્યું છે. વ્હાઈટ હાઉસમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા, તો તેમને યુક્રેનના મુદ્દા પર જ સવાલ પુછવામાં આવ્યો, તેના પર ટ્રમ્પ ભડકયા અને રિપોર્ટરને ખૂબ ખરીખોટી સંભળાવી હતી.

બુધવારે વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ સાઉલી નિનિસ્તોની સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે વ્હાઈટ હાઉસ કવર કરનારા જેફ માસને પ્રેસ કોન્ફરન્સ શરૂ થતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પને ડેમોક્રેટ નેતા જૉ બિડન અને યુક્રેન વિવાદ પર સવાલ કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પ અને રિપોર્ટરની વચ્ચે મગજમારી-

રિપોર્ટર– તમે જૉ બિડન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સંદર્ભે કંઈ કહેશે, આટલો વિવાદ થઈ રહ્યો છે તમે પણ બોલો ?

ટ્રમ્પ- તમે મને પુછી રહ્યા છો? અમારી સાથે ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ છે અને તમે મને સવાલ પુછી રહ્યા છો…

રિપોર્ટર- તેમના માટે મારી પાસે સવાલ છે, પરંતુ હું તમને માત્ર એક સવાલ પુછવા માંગુ છું.

ટ્રમ્પ- તે મને સાંભળ્યો કે નહીં, માત્ર ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખને જ સવાલ પુછો. હું તમામ જવાબ આપી ચુક્યો છું, આ માત્ર છેતરપિંડી છે જે તમારા જેવા રિપોર્ટર કરી રહ્યા છે.

વીડિયો- ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપોર્ટર વચ્ચેની ભિંડત-

મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે, પરંતુ તેના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની તલવાર લટકેલી છે. ટ્રમ્પનો આરોપ છે કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર જેલેન્સ્કીને ફોન કરીને ડેમોક્રેટ્સના રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર જૉ બિડન અને તેમના પુત્ર વિરુદ્ધ તપાસ કરવાની વાત કરી છે.  જૉ બિડેનના પુત્રની યુક્રેનમાં ગેસ ખનન કંપની છે, જેના પર ભ્રષ્ટાચારના કેટલાક આરોપ લાગેલા છે.

Exit mobile version