Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પે જીત બદલ પીએમ મોદીને અભિનંદન આપ્યા, કહ્યુ- ભારત અને અમેરિકા માટે રહેશે સારું

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાનદાર જીત બાદ દુનિયાભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી અને ભાજપને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પે કહ્યુ છે કે મોદીની જીત ભારત અને અમેરિકાની ભાગીદારી માટે સારી છે.

ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપને ચૂંટણીમાં મોટી જીત બદલ અભિનંદન. વડાપ્રધાન મોદીની વાપસથી ભારત અને અમેરિકાની ભાગીદારી માટે ઘણું બધું સારું થવાનું છે. હું અમારું મહત્વપૂર્ણ કામ ચાલુ રાખવા માટે ઈચ્છુક છું.

અમેરિટાના ટોચના સાંસદોએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભવ્ય જીત બદલ તેમને અભિનંદન આપ્યા હતા. તેની સાથે તેમણે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એકસાથે કામ કરવાની મનસા પણ વ્યક્ત કરી હતી.

શક્તિશાળી સેનેટ ઈન્ડિયા કોક્સના સહ-અધ્યક્ષ સેનેટર માર્ક વાર્નરે કહ્યુ છે કે સેનેટ ઈન્ડિય કોક્સના સહ-અધ્યક્ષ હોવાના નેતા આજે ભારતીય લોકોને ઐતિહાસિક ચૂંટણી બદલ શુભેચ્છા આપું છું. ઈતિહાસની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી.

અમેરિકાના સાંસદ ટોમ સૌઉજીએ કહ્યુ છે કે ભારત અને અમેરિકા માટે આગામી પચાસ વર્ષ ઘણાં મહત્વપૂર્ણ રહેવાના છે. સૌઉજીએ કહ્યુ છે કે ફરથી ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ. ઘણાં વૈશ્વિક નેતાઓએ મોદીને લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા છે અને તેની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાનો સંકલ્પ પણ લીધો છે.

અમેરિકામાં વસવાટ કરતા ભારતીય મૂળના લોકોએ પણ ઘણાં સ્થાનો પર મોદીની જીતની ઉજવણી કરી છે. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત પ્રચંડ મોદી લહેર પર સવાલ ભાજપને રેકોર્ડ બેઠકો સાથે કેન્દ્રની સત્તામાં સતત બીજી વખત વાપસીનો મોકો મળ્યો છે.