Site icon hindi.revoi.in

શું ચીન નથી ઈચ્છતું કે વિશ્વ કોરોના સંકટમાંથી બહાર આવે ? – જાણો ચીનની નાપાક ચાલ

Social Share

અમદાવાદ: તાજેતરમાં સમગ્ર વિશ્વની સાથે સાથે  ચીન  પણ કોરોનાવાયરસની મહામારી સામે લડી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા અવાર-નવાર અવનવા અટકચાળા કરવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન કોરોનાવાયરસ પરથી હટી જાય અને કોરોના સંક્રમણની વધુ અસર વર્તાઈ.

ચીન એ ભારત સાથે ગલવાન ઘાટીમાં વિવાદ ઉભો કર્યો અને ભારતના કડક વલણ બાદ ચીન કેટલાક દેશો જેવા કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન સાથે યુદ્ધ થાય તેવા અટકચાળા કરી રહ્યું છે. કોરોના જેવા સમયમાં ચીન ઘણા દેશો સાથે વિવાદીત વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરી રહ્યું છે જેના કારણે વિશ્વના કેટલાક દેશોને કોરોનાવાયરસની સાથે સાથે ચીન સામે પણ લડવાનો વારો આવ્યો છે.

ચીન એક એવો દેશ છે જે કોરોનાકાળ જેવા સમયમાં પણ અમેરિકા, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચીનના આ પ્રકારના પગલાથી સરળતાથી સમજી શકાય કે ચીન અન્ય દેશોને કોરોનાવાયરસની બીમારી સામે ધ્યાન કેન્દ્રિત કરવા દેતું નથી અને મોટા દેશો કોરોનાવાયરસથી બહાર ન આવી જાય તે માટે ચીન આ પ્રકારની પોતોની નાપાક ચાલ રમી રહ્યું છે અને અટકચાળા કરી રહ્યું છે.

કોરોનાવાયરસના ઉત્પન્ન થવા પર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો એ કડક તપાસની માંગ કરી હતી  ત્યાર બાદ ચીન વધારે અકળાયું હતુ અને આખરે તે કોરોનાવાયરસ જેવા સમયમાં અન્ય દેશો સાથે લડવાના મૂડમાં આવી ગયું છે.

ચીન એ હવે આ વાત પર બે વાર  વિચાર કરવો જોઈએ ,કે જે દેશો સાથે તે સંબંધ બગાડી રહ્યું છે તે દેશો વિશ્વના મોટા બજારો છે અને આ દેશો આર્થિક રીતે ચીન સાથે યુદ્ધ કરશે તો ચીનમાં ભયંકર તબાહી સર્જાઈ શકે છે. આ એવી તબાહી હશે કે જેમાં કોઈ ગોળી કે બોંમ્બ નહીં ફુટે પણ લોકો ભૂખ્યા મરી શકે છે.

ચીનમાં શી જીંનપીંગની સત્તામાં ચીન વધારે તાકાતવર તો બન્યું છે પણ વિનાશકાળે વિપ્રિત બુદ્ધી પ્રમાણે કહી શકાય કે હાલના ચીનના રાષ્ટ્રપતિ શી જીંનપીંગ ચીનના છેલ્લા રાષ્ટ્રપતિ પણ હોઈ શકે.

Exit mobile version