1. Home
  2. revoinews
  3. કોરોના સામે રક્ષણ મેળવવા કરો આટલું-જો રાખશો ધ્યાન ખાસ તો ચોક્કસ કોરોનાને આપશો માત
કોરોના સામે રક્ષણ મેળવવા કરો આટલું-જો રાખશો ધ્યાન ખાસ તો ચોક્કસ કોરોનાને આપશો માત

કોરોના સામે રક્ષણ મેળવવા કરો આટલું-જો રાખશો ધ્યાન ખાસ તો ચોક્કસ કોરોનાને આપશો માત

0

સાહીન મુલતાની-

  • કોરોના સામે હાર નહી માનો લડતા રહો
  • હેલ્થ સારી હશે તો કોરોનાને ભગાડી શકશો
  • કોરોનામાં ડરવાની નહી સતર્ક રહેવાની જરુર છે
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
  • માસ્ક પહેરો અને વારંવાર હાથ ઘોતા રહો

સામાન્ય રીતે છેલ્લા 3 મહિનાથી સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,શરુઆતના સમયમાં કોરોનાથી લોકો ખૂબ જ ભયભીત થઈ જતા હતા,જો કે ત્યારે કોરોનાના કેસ નહીવત હોતા છત્તાં પણ લોકોમાં ચિંતા ઘણી હતી ત્યારે હવે 3 મહિનાથી વધુ સમયગાળા પછી કોરોનાના કેસ દેશમાં લાખોની સંખ્યામાં છે પરંતુ તેના સામે હવે લોકો સાવચેત થયા છે,કારણ કે હવે લોકો કોરોના સામે કઈ રીતે ડીલ કરવી કઈ રીતે લડવું તે શીખી ગયા છે.

કોરોના વાયરસનો જ્યારે ભારત દેશમાં પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે લોકો આકૂળ-વ્યાકૂળ બન્યા હતા.લોકો ભાન ભૂલીને ડરવા લાગ્યા હતા.પરંતુ હવે સમય પસાર થતા લોકોને કોરોના સામે શું-શું કાળજી લેવી જોઈએ તે બાબતની અવેરનેસ આવી છે,તો ચાલો આપણે પણ જાણીએ કોરોના સામે કઈ રીતે આપણે રક્ષણ મેળવીશું

કોરોના સામે લડવા માટે અને રક્ષળ મેળવવા માટે આટલું ખાસ કરો,આમ કરવાથઈ તમે ચોક્કસ કોરોનાને માત આપી શકશો

  • કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સૌ પ્રથમ આપણે આપણી કાળજી જાતે જ લેવી પડશે,તેના માટે ઘરની બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવાનું ફરિજીયાત રાખો
  • માસ્ક પહેરીને જે તે જગ્યાએ પહોંચ્યા બાદ તે માસ્કનો નાશ કરી દો અથવા જો માસ્ક વોશેબલસ છે તો તરત તેને પાણીમાં બોળી દો અને થોડા કલાકો પછી તેને વોશ કરો.
  • માસ્કને વોશ કરતા પહેલા પાણીની અંદર કલાકો સુધી પલાળઈ રાખો
  • તમારા હાથમાં બને ત્યા સુધી ગ્લોઝ પહેરવાનું રાખો
  • ગ્લોઝ પહેર્યા બાદ તમારા હાથને નાક ફેશ કે આંખો પર ટચ ન થવા દો અને ગ્લોઝ કાઢતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું
  • એક ગ્લોઝ નિકળ્યા બાદ બીજો ગ્લોઝ નિકાળતા સમયે્ તમારા બીજો હાથ ગ્લોઝની અંદર રાખીને ગ્લોઝ કાઢવું જેથી જો ગ્લોઝ પર વાયરસ હોય તો તેને ટચ થવાના ચાન્સ નહિવત રહેશે.
  • બહારથી કોઈ પણ ચીજ-વસ્તુ ઘરમાં લાવો ત્યારે થોડા કલાકો બાદ તેને એમજ પડી રહેવા દો ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો
  • શાકભાજી લાવીને તરત તેને હૂંફાળા પાણીમાં પલાળી દો, બને તો આ પાણીમાં મીઠૂં પણ નાંખો ત્યાર બાદ થોડા કલાકો પછી શાકભાજીને બરાબર 3 થી 4 પાણી વડે ધોઈને જ ઉપયોગ કરવો
  • આ સાથે જ ફળોને હૂંફાળા પાણીમાં ઘોયા બાદ જ ઉપયોગમાં લેવા
  • દૂધ,છાસ કે દહીની કોથળી ઘરમાં લાવો ત્યારે તેને પાણીમાં પલાળી દો,થોડા સમય બાદ તેને પાણીમાંથી કાઢીને બીજા પાણી વડે બરાબર બહારથી ઘોઈલો અને બને તો કોથળી તોડતા પહેલા હાથમાં ગ્લોસ પહરીને જ તોડવી.
  • આ નાની નાની લાગતી બાબતો તમને અને તમારા ઘરમાં વાયરસને પ્રવેશતા અટકાવી શકે છે.
  • ભલે આજે લોકોમાં વાયરસનો ડર ઓછો થયો છે પરંતુ તે વાત પણ નકારી શકાય નહી કે પહેલાની સરખામણીમાં અને લોકડાઉન અનલોક થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો નાંધાઈ રહ્યો છે
  • ઘરની બહાર કોઈ પણ કામથી ગયા હોવ પરંતુ જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો ત્યારે સેનેટાઈઝર લગાવવાનું રાખો ત્યારે બાદ બાથરુમમાં જઈને નાહી લેવું વધુ ઉત્તમ રેહેશે
  • બહારથી આવીને તમે પહેરેલા કપડા અલગ રાખીને પાણીમાં વોશિંગ પાવડર નાખી બોળી રાખવા ત્યાર બાદ કપડાને થોડા કલાકો બાદ ધોઈ લેવા.
  • યાદ રાખો બહારથી ઘરમાં આવતા લોકોના કપડા અલગ જ રાખવા અને અલગ જ ઘોવા
  • ઘરની બહારની કોઈ પણ ચીજ વસ્તુને ટચ કરીને ઘરમાં આવી તરત જ હાથ સેનિટાઈઝ કરવા અથવા તો હેન્ડવોશ કે સાબુ વડે ઘોવા
  • માર્કેટમાં કે હોસ્પિટલમાં કે પછી કોઈ પણ જગ્યાએ જાવો ત્યારે કોઈ પણ ચીજ વસ્તુને ટચ કરવાનું ટાળો,અથવા તો ગ્લોસ પહેરીને જે તે વસ્તુને ટચ કરો
  • ઘરના વ્યક્તિઓ સિવાય બહારના લોકો સાથે મળવાનું ટાળો
  • બને ત્યા સુધી બીજાના ઘરે બેસવા જવાનું પણ ટાળો
  • અને જો કોઈ પણ વ્યક્તિને મળવાનું થાય તો તેનાથી 2 થી 3 મિટરનું અંતર જાળવી રાખો
  • લોકો સાથે સંપર્કમાં આવતા હાથ મિલવવાનું કે ગળે લાગવાનું ચોક્કસ ટાળવું જોઈએ
  • દુર બેસીને વાતો કરો અને વાતો કરતી વખતે પણ માસ્ક પહેરેલું જ રાખો
  • જો તમે રોજ બરોજ ઓફીસમાં જાઓ છો તો પહેલા ઓફીસમાં પહોચીને હાથને સેનેટાઈઝ કરવાનું ભુલશો નહી
  • રસ્તાઓ પર જતા વખતે વધુ ભીડભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ
  • બને ત્યા સુધી ટ્રાફીક વાળા સ્થળોએ તમારા આખા ફેશને કવર કરવાનું રાખો
  • દુકાનમાંથી પ્લાસ્ટિક કે જીવન જરુરિયાતની કોઈ વસ્તુ ખરીદીને ઘરે આવો ત્યારે તેને સેનેટાઈઝ કરી લો
  • બને ત્યા સુધી નાની નાની બિમારીઓમાં હાસ્પિટલ જવાનું ટાળો અને ઘરેલું ઉપાયને મહત્વ આપો
  • જો હોસ્પિટલ જવાનું થાય તો ત્યા જઈને પોતાની પુરેપુરી કાળજી રાખવી જેમ કે દર્દીઓથી દુરી બનાવી રાખવી,દવાઓના પેકેટ લાવીને ઘરે તેને સેનેટાઈઝ કરવી વગેરે બાબતો પર ધ્યાન આપવું

કોરોના સામે રક્ષળ મેળવવા માટે તમારા આહારમાં સામેલ કરો આ ચીજ-વસ્તુઓ

  • તમારા ખોરાકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ખોરાકનો સમાવેશ કરો
  • જેમ કે ફૂદીનો.તુલસી,લવિંગ,એલચી,દૂધ,આદુ.લીંબુ વગેરેનો ભર પ્રમાણમાં ઉપયોગ કરવાનું રાખો
  • જો તમને શરદી ખાસી હોય. તો તેવા સમયે હળદરનું સેવન કરવાનું રાખો
  • શરદી અને સામાન્ય તાવમાં ખુબ કાળજી રાખવી
  • ગળું દુખતું હોય અથવા તો કફ થયો હોય ત્યારે મધ,સૂંઠ અને હરદળનું સેવન કરવું જેથી કરીને ગળામાં રાહત થશે
  • બને ત્યા સુઘી દિવસ દરમિયાન 2 -3 વાર હુંફાળૂ પાણી પીવાની આદત રાખો
  • આદૂ,તુલસી અને ફૂદીનાના ઉકાળાનું સેવન કરવાથી પરણ તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વઘારો થશે
  • ફૂદીનાના પાનનનું સેવન કરો
  • બને ત્યા સુધી દિવસ દરમિયાન બે ત્રણ વાર આદૂના ટૂંકડાને મુખવાસની જેમ આરોગો

LEAVE YOUR COMMENT

Your email address will not be published.