Site icon hindi.revoi.in

દિવા ગર્લ સોનમ કપૂર લંડનથી પરત ફરીઃ એરપોર્ટ પર પિતા અનિલ કપૂરને ભેટીની રડતી જોવા મળી, વીડિયો થયો વાયરલ

Social Share

મુંબઈઃબોલિવડ દિવા ગર્લ સોનમ કપૂર ઘણા લાંબા સમયથી લંડન હતી જે વિતેલી રાતે ઈન્ડિયા પરત ફરી હતી, મુંબઈ એરપોર્ટ પર તે કેમેરામાં કેદ થઈ છે,થોડા સમય પહેલા જ તેણે લંડનથી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ક્હયું હતું કે, તે મુંબઈ પોતાના પરિવાર અને ઘરને ખૂબ યાદ કરી રહી છે અને મુંબઈ આવવા માંગે છે,ત્યારે હવે તે પરત મુંબઈ ફરી છે.

મુંબઈ એરપોર્ટ પર સોનોમ કપુરને રિસીવ કરવા માટે તેના પિતા અનિલ કપૂર પણ આવી પહોંચ્યા હતા, સોનમ તેના પિતાને જોઈને ઈમોશનલ થઈ હતી. અને તેમને ભેટીને રડવા લાગી હતી, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સોનમ કપુર એરપોર્ટની બહાર નિકળતા જ પહેલાતો દૂરથી પિતાને હાથ બતાવતી જોવા મળે છો, પછી જેવા તેના પિતા તેના પાસે આવે છે એટલે તે તેમને ભેટી પડે છે અને વીડિયોમાં સાફ સાફ જોવા મળે છે કે તે તેના પિતાને જોઈને ભાવૂક થઈ ગઈ હોય છે અને તેની આંખોમાં આસુ આવે છે, સોનમનો પિતાને હગ કરીને રડતો આ વીડિયો વાયર થી રહ્યો છે.

સોનમ કપૂરે લૂઝ ફીટ પેપલમ સ્ટાઇલનો ટોપ અને સ્કર્ટ પહેર્યો હતો. તેને જોતાં કેટલાક લોકો તેને આ રીતે ઈમોશનલ રડતા જોતા તે પ્રેગનેન્ટ હોવાની વાતો પણ કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે, સોનમ જાન્યુઆરીમાં જ ભારત આવવાનું વિચારી રહી હતી. જોકે, તે કોરોનાને કારણે આવી શકી નહોતી. આ દરમિયાન સોનમ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટ શેર કરતી રહેતી હતી..

 

 

Exit mobile version