Site icon Revoi.in

ગૃહ મંત્રાલયના રડાર પર શ્રીનગરની મસ્જિદો, એસએસપીએ માગી તમામની જાણકારી

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની દ્રષ્ટિથી વધુ સુરક્ષાદળોની તેનાતીના નિર્ણય બાદ હવે ગૃહ મંત્રાલયના રડાર પર શ્રીનગરની તમામ મસ્જિદો પણ આવી ગઈ છે. શ્રીનગરના જિલ્લા પોલીસ મુખ્યમથકના લેટર હેડ પર એસએસપી તરફથી આના સંદર્ભે શ્રીનગરના તમામ પોલીસ અધિક્ષકોને પત્ર મોકલવામાં આવ્યો છે.

એસએસપી તરફથી આ પત્ર એસપી સિટી સાઉથ ઝોન શ્રીનગર, એસપી સિટી હઝરતબલ ઝોન શ્રીનગર, એસપી સિટી નોર્થ ઝોન શ્રીનગર, એસપી સિટી ઈસ્ટ ઝોન શ્રીનગર અને એસપી સિટી વેસ્ટ ઝોન શ્રીનગરને મોકલવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનારી તમામ મસ્જિદો સંદર્ભે યોગ્ય જાણકારીથી ઝડપથી ઉપલબ્ધ કરાવો. જેથી તેને ઉચ્ચસ્તરે મોકલી શકાય.

રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે મોદી સરકારે અહીં વધુ સુરક્ષાદળોની તેનાતી કરવાનો નિર્ણય કર્યો છે. એનએસએ અજિત ડોભાલની જમ્મુ-કાશ્મીર મુલાકાત બાદ ત્યાં વધુ 10 હજાર સુરક્ષાકર્મીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે.