
અમદાવાદઃ પવિત્ર વ્યાસપીઠ પરથી ‘અલી મૌલા’ અને ‘યા હુસેન’ કહીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવનારા પ્રસિદ્ધ કથાકાર મોરારીદાસ પ્રભુદાસ હરિયાણીએ ભગવાન શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે વિવાદીત ટીપ્પણી કરતા વિવાદનો મધપુડો છેડાયો છે. એટલું જ નહીં મોરારી બાપુ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે કરેલી ટિપ્પણીથી નારાજ એક પૂર્વ ધારાસભ્યએ હુમલાનો પ્રયાસ કરતા વિવાદે નવુ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે મોરારીદાસ તબીબ, વકીલ અને રાજકીય નેતાની જેમ પ્રોફેશનલ કથાકાર હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. તેમજ લોકો તેમને સોશિયલ મીડિયા મારફતે સવાલ કરી રહ્યાં છે કે, વ્યાસપીઠ ઉપરથી અલી મૌલાને બદલે તેઓ લઘુમતી કોમના લોકોને ‘વંદેમાતરમ્’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન ગવડાવશે. તેમજ હિન્દુઓ ઉપર હુમલા કરનારાઓ અને હિન્દુ ધર્મનો વિરોધ કરનારા અન્ય ધર્મના લોકોનો શું તેવો વિરોધ કરશે, તેવા પણ સવાલો લોકો કરી રહ્યાં છે.
મોરારીદાસએ એક કાર્યક્રમમાં કર્મકાંડ અને પૂજાપાઠનો વિરોધ કર્યો છે તો શું તેઓ ભગવાન શ્રી વિશ્વકર્માજીના વાસ્તુશાસ્ત્રનો વિરોધ કરે છે તેવા પણ સવાલો લોકો કરી રહ્યાં છે. હિન્દુ અને સનાતન ધર્મમાં તમામ ધર્મ અને સંપ્રદાયને મહત્વ આપવામાં આવે છે. ત્યારે લોકો કહી રહ્યાં છે કે, સનાતન ધર્મમાં નચીકેતજીએ સવાલ ઉભા કર્યાં હતા. એટલું જ નહીં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદોથી જ ‘શ્રી મદ ભાગવત ગીતાજી’નો ઉદભવ થયો હતો. તો કેટલાક ગણ્યાં ગાંઠ્યા જાણીતા લોક ગાયકો અને કથાકારો મોરારીદાસ ઉપર સવાલો ઉભા કરનારાઓનો વિરોધ કરે છે. મોરારીદાસે અગાઉ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યાં હતા. જેથી તેમને સંતસિરોમણી કહેવા ઉપર પણ લોકો સવાલો કરી રહ્યાં છે. સાધુ-મહંત બનવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે તો શું તેઓ આવી પ્રક્રિયામાં પસાર થયાં છે કે કેમ અને જો થયાં છે તો તેનું કોઈ પ્રમાણ છે, તેવા પણ લોકો સવાલો કરી રહ્યાં છે. એટલું જ નહીં મોરારીદાસ ધનાઢ્ય લોકોથી જ ઘેરાયેલા રહેતા લોકોના પણ આક્ષેપ થઈ રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયામાં મોરારીદાસે વ્યાસપીઠ ઉપરથી ગાયેલુ અલી મૌલાનો વીડિયો વાયરલ થયાં છે. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં લોકો મોરારીદાસનો વિરોધ કરી રહ્યાં છે. મોરારીદાસને જો અલી મૌલા અને યા હુસેન જ ગાવુ હોય તો મઝર ઉપર ગાય તેવું પણ હિન્દુઓ કહી રહ્યાં છે.