Site icon hindi.revoi.in

નેપોટીઝમની ચર્ચા વચ્ચે આ ડાયરેકટરર્સની મોટી જાહેરાત

Social Share

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડમાં નેપોટીઝમ,ગ્રૂપિઝમ, ઈનસાઈડર્સ અને આઉટસાઈડર્સને લઇ જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. આ મામલે હજી સુધી ઘણા સેલેબ્સે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે ડાયરેકટરર્સ એ મોટી જાહેરાત કરી છે. ‘થપ્પડ’ અને ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર અનુભવ સિંહાએ બોલિવૂડમાંથી રાજીનામું આપી દીધું છે.

અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું, બસ હવે બહુ થયું. હું બોલિવૂડમાંથી રાજીનામું આપી રહ્યો છું. તેણે પોતાની ટ્વિટર પ્રોફાઇલનું બાયો પણ બદલી નાખ્યો છે. તેણે પોતાના નામ સાથે ‘નોટ બોલિવૂડ’ લખી દીધું છે.

હંસલ મહેતાએ પણ બોલિવૂડ છોડવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું, છોડી દીધું. આમ પણ પહેલા અસ્તિત્વમાં ન હતો. અનુભવ સિંહાએ આના પર લખ્યું, ચાલો એક વધુ આવ્યું. સાંભળી લ્યો ભાઈઓ. હવે જ્યારે તમે બોલિવૂડની વાત કરી રહ્યા છો ત્યારે તમે અમારી વાત નથી કરી રહ્યાં.

ફિલ્મ મેકર સુધીર મિશ્રાએ અનુભવ સિંહાને સમર્થન આપતાં કહ્યું હતું કે, આ બોલીવુડ શું છે? હું સિનેમાનો ભાગ બનવા આવ્યો હતો. જ્યાં સત્યજીત રે, ગુરુ દત્ત, રાજ કપૂર, બિમલ રોય, ઋત્વિક ઘટક, મૃણાલ સેન, તપન સિંહા અને જાવેદ અખ્તર જેવા લોકો કામ કરે છે. હું હંમેશાં આ ઇન્ડસ્ટ્રીમાં રહેવાનો છું.

_Devanshi

Exit mobile version