- મસ્તાની મહારાણી દિપીકા બનશે ડાકૂ
- સંજયલીલા ભણશાલીની ફિલ્મમાં ડાકૂનો રોલ કરશે પ્લે
- જો કે હજી સત્તાવાર રીતે દિપીકાને સહી કરવામાં આવી નથી
- ટૂંક સમયમાં આ બાબતે થશે ખુલાસો
મુંબઈઃ- બોલિવૂડની ડિમ્પલ ગર્લ દિપીકા પાદુકોણ પોતાની શાનદાક એક્ટિંગને લઈને હેંમેશા ચર્ચામાં રહે છે, તો બીજી તરફ ફિલ્મ મેકર સંજયલીલા ભણસાલી તેની ફિલ્મોને લઈને ચર્ચાનો વિષય બની રહે છે, ત્યારે હવે સંજયલીલા ભણશાલી પોતાની અપકમિંગ ફિલ્મ’બૈજૂ બાવરા’ માટે દીપિકા પાદુકોણને લીડ રોલમાં લેવાંની ઇચ્છા ઘરાવે છે. મળતી માહિતી પ્રમાણે જો દિપીકાને તેઓ આ ફિલ્મમાં લે છે તો દિપરીકા હવે ઓડિયન્શને આ ફિલ્મમાં ડાકૂ રુપમતીના રોલમાં જોવા મળી શકે છે
ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી અને ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણની બોન્ડિંગ અદભૂત જોવા મળે છે તે વાતથી સો કોઈ વાકેફ છે. આ પહેલા પણ ફિલ્મ મેકર અને દિપીકા રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી બેક ટૂ બેક ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કરી ચૂક્યા છે અને તે મોટે ભાગે ફિલ્મની પરદે સફળ પમ રહી છે, ત્યારે હવે ફરી એક વખત સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણની જોડી રંગજમાવશે,
સંજય લીલા ભણસાલી તેની અપકમિંગ ફિલ્મ બૈજૂ બાવરા માટે દીપિકા પાદુકોણને લીડ રોલમાં લેવાં ઇચ્છે છે. ખબર છે કે, સંજય આ ફિલ્મમાં દીપિકાને ડાકૂ રૂપમતીનાં કિરદારમાં જોવા ઇચ્છે છે.જો આ વાત શક્ય બનશે તો હવે મહારાણીનો રોલ પલે કરી ચૂકેલી દિપીકાને ડાકૂ બનતી આપણે જોઈ શકીશું
જોકે, સંજયલીલા ભણશાલીએ આ મામલે કોી સત્તાવાર નિવેદન આપ્યું નથી, તો બીજી તરફ અભિનેત્રી દીપિકા તરફથી પણ આ મામલે કી કહેવામાં આવ્યું નથી, હાલ આ વાત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કરવામાં આવી રહી છે,તો આ સાથે જ એપકમિંગ સંજયલીલા ભણશાલીની ફિલ્મ, ‘બૈજૂ બાવરા’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નજર આવી શકે છે.