Site icon hindi.revoi.in

‘ટ્રેજેડી કિંગ’થી જાણીતા હતા દિલીપ કુમારઃ  કેન્ટિનમાં પણ કર્યું હતુ કામ,સંઘર્ષ બાદ જાણો કંઈ રીતે થઈ ફિલ્મમાં એન્ટ્રી

Social Share

 

મુંબઈઃ- વર્ષ 2020 અને વર્ષ 2021 બોલિવૂડના સિતારાઓ માટે ખૂબ દૂખદ રહ્યું તેમ કહીએ તો નવાી નથી, આ સમયગાળઆ દરમિયાન કેટલાક સિતારાઓએ આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું છે, કેટલાક કલાકારોનો કોરોનાએ ભોગ લીધો તો કેટલાક ઉંમર સંબિધિત બિમારીને કારણે દુનિયામાંથી ચાલ્યા ગયા ત્યારે બોલિવૂડમાં ‘ટ્રેજેડી કિંગ’ તરીકે જાણીતા દિલીપકુમારનું આજરોજ નિધન થયું છે, તેમના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લાગણી છવાય છે, અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી ઉંમર સંબિધિત બિમારીઓમાં ઘેરાયેલા હતા અને હબોસ્પિટલમાંમ સારવાર લઈ રહ્યા હતા, તેમના છેલ્લા સમયે પત્ની યારરા બોના તેમના સતત સાથે જ જોવા મળ્યા હતા.

દિલીપ સાહેબ પાંચ દાયકા સુધી તેમના શ્રેષ્ઠ અભિનય દ્રારા દર્શકોના દિલ પર રાજ કરતા રહ્યા, 11 ડિસેમ્બર, 1922 ના રોજ પેશાવરમાં જન્મેલા દિલીપકુમારનું ખરું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમનો પરિવાર વર્ષ 1930 માં મુંબઇ આવી ગયો હતો. દિલીપકુમારના પિતા ફળ વેચીને ગુજારન ચલાવતા હતા. દિલીપકુમાર બાળપણથી જ ટેલેન્ટેડ હતા પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં પસાર થયું હતું.

માનવામાં આવે છે કે વર્ષ 1940 માં પિતા સાથે મતભેદ થયા પછી તે ઓપૂણે આવી ગયા અને  અંહી દિલીપકુમાર કેન્ટિનના માલિક તાજ મોહમ્મદને મળ્યા, જેની મદદથી તેમણે આર્મી ક્લબમાં સેન્ડવિચ સ્ટોલ ઉભો કર્યો. કેન્ટિનમાંથી મળેલી કમાણી સાથે દિલીપકુમાર મુંબઈમાં તેના પિતા પાસે પાછા ફર્યા અને કામ શોધવાનું શરૂ કર્યું.

મુંબઈ આવ્યા પછી, દિલીપ સાહેબ વર્ષ 1943 માં ચર્ચગેટ ખાતે ડો.મસાનીને મળ્યા, જેમણે તેમને બોમ્બે ટોકીઝમાં કામ કરવાની ઓફર કરી. જ્યાં દિલીપ સાહેબની મુલાકાત બોમ્બે ટોકીઝની માલિક દેવિકા રાની સાથે થઈ હતી. દિલીપકુમારે ફિલ્મ ‘જ્વાર ભટ્ટા’ થી ફિલ્મમાં એન્ટ્રી  હતી. દિલીપ સાહેબને વર્ષ 1949 માં આવેલી ફિલ્મ ‘અંદાઝ’ થી માન્યતા મળી. આ ફિલ્મમાં રાજ કપૂર દિલીપકુમારની સાથે હતા. આ ફિલ્મ પછી, તેઓ ‘દિદાર’  અને ‘દેવદાસ’ જેવી ફિલ્મોમાં સેડ રોલ કરીને ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા હતા..

1983 માં  ફિલ્મ ‘શક્તિ’, 1968 માં ‘રામ ઓર શ્યામ’, 1965 માં ‘લીડર’, 1961 માં ‘કોહિનૂર’, 1958 માં ‘નયા દૌર’, 1954 માં ‘દાગ’ માટે  ફિલ્મફેર બેસ્ટ એક્ટરને એવોર્ડથી નવાઝવામાં આવ્યા,

દિલીપકુમારના અંગત જીવનની જો વાત કરવામાં આવે તો 11 ઓક્ટોબર વર્ષ 1966 ના રોજ અભિનેત્રી સાયરા બાનો સાથે 22 વર્ષની ઉમંરે તેમણે લગ્ન કર્યા હતા.તે સમયે તે એક જાણીતા સુપરસ્ટાર બની ગયા હતા. જો કે, ત્યાં સુધીમાં સાયરા હિન્દી ફિલ્મોમાં એક નવી અભિનેત્રી હતા અને ફિલ્મોમાં પોતાનું નામ કમાવવા માટે સંઘર્ષ કરી રહી હતી.

Exit mobile version