Site icon Revoi.in

દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે કહ્યું, રાહુલ ગાંધી વાયદો પુરો નહીં કરવા બદલ માંગે માફી

Social Share

મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણસિંહે રાહુલ ગાંધીને રાજ્યની જનતાની માફી માગવા માટે જણાવ્યું છે. બુધવારે લક્ષ્મણસિંહે કહ્યુ કે રાહુલ ગાંધીએ પાર્ટીના સત્તામાં આવ્યાના દશ દિવસોની અંદર રાજ્યમાં કૃષિ ઋણ માફ કરવાનો અસંભવ વાયદો કર્યો હતો. પરંતુ આમ થયું નહીં, તેના માટે હવે તેમણે રાજ્યની જનતાની માફી માંગવી જોઈએ.

2018માં વિધાનસભા ચૂંટણીઓના પ્રચાર દરમિયાન, રાહુલ ગાંધીએ એકથી વધારે વખત કહ્યુ હતુ કે જો કોંગ્રેસને વોટ આપવામાં આવે છે, તો તે સત્તામાં આવ્યાના દશ દિવસોની અંદર 2 લાખ રૂપિયા સુધી કૃષિ ઋણને માફ કરી દેશે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાતચીત કરતા લક્ષ્મણસિંહે કહ્યુ હતુ કે તેમણે સ્વીકારવું જીએ કે તેમણે એ કહેવામાં ભૂલ કરી કે અમે દશ દિવસોની અંદર આમ કરીશું. સરકાર દ્વારા આપવામાં આવેલા ઋણ માફીના સર્ટિફિકેટ બેંક લઈ રહી નથી, કારણ કે અત્યાર સુધી બેંકની પાસે કર્જ માફ કરવા માટે નાણાં પહોંચ્યા નથી. સરકારે પુરતી બજેટીય ફાળવણી કરી નથી.

લક્ષ્મણસિંહે આગળ કહ્યુ છે કે એક સમય મર્યાદા નક્કી હોવી જોઈએ કે ઋણને માફ ક્યાં સુધી કરી દેવામાં આવશે. તમે તમારા મતદાતાઓની સાથે આમ કરી શકો નહીં. ત્યાં સુધી કે બેંકોને પણ વિશ્વાસ નથી કે તેમને ક્યારે નાણાં મળશે અને તેઓ વ્યાજ વસૂલી રહ્યા છે. રાજ્ય સરકારે કહ્યું છે કે 20 લાખથી વધારે  ખેડૂતોના કર્જ માફ કરી દેવામાં આવ્યા છે. ઝડપથી બાકીના ખેડૂતોના પણ દેવા માફ કરી દેવામાં આવશે.

એમ પુછવામાં આવતા કે શું તેમની ટીપ્પણી ભગવા પાર્ટીને કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસની રાજ્ય સરકાર પર હુમલો કરવાનો મોકો આપશે, તો લક્ષ્મણસિંહે કહ્યુ હતુ કે તમને આની પરવાહ નથી. આપણે સૌ માણસો છીએ અને ભૂલો કરીએ છીએ. માફી માંગવામાં કંઈ ખોટું નથી. આ એક સારો સંદેશ મોકલશે.