Site icon hindi.revoi.in

દિલ્હીના કડકડડૂમામાં DGHS બિલ્ડિંગમાં લાગેલી આગ 4 કલાક બાદ કાબુમાં

Social Share

દિલ્હાના કડકડડૂમાં વિસ્તારમાં દિલ્હી સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયની બિલ્ડિંગમાં આજ રોજ બપોરે ભીષણ આગ લાગવા પામી હતી આગને કાબુમાં લાવવા માટે તાત્કાલીક ધટના સ્થળે ફાયર વિભાગની કુલ 22 ગાડીઓ આવી પહોંચી હતી. DGHS બિલ્ડિંગમાં લાગેલી આગે અંત્યત વિશાળ રુપ ધારણ કર્યુ હતુ જેને લઈને ફાયર વિભાગના કર્મચારીએને આ આગપર કાબુ મેળવતા કુલ 4 કલાક લાગ્યા હતા. 4 કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી.

આ વિસ્તારમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બપોરનો સમય હોવાથી મોટાભાગના લોકો લંચ ટાઈમ માટે બહાર ગયા હતા અને ત્યા હાજર લોકો પણ બહાર જવાની તૈયારીમાં જ હતા ત્યારે આગ લાગવાની ધટના બની . આ DGHS બિલ્ડિંગમાં 2 ઈમરજંન્સી દરવાજા હોવાને કારણે ત્યાના લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા અને દરેક લોકો સહી સલામત બહાર નીકળી શક્યા અને કાઈને કોઆ જ પ્રકારનું નુકશાન થયું ન હતું.

ફાયર વિભાગના અધિકારીઓ એ જણાવ્યું હતું કે આગ લાગવાની ધટનાની જાણ  લગભગ બપોરે 1ઃ30 વાગ્યે થઈ હતી.જાણ થતાની સાથે જ આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે આગ બુજાવનાર કુલ 22 ગાડીઓને ઘટના સ્થળે રવાના કરી હતી. આગ પર કાબુ મેળવવા માટે કુલ 60 કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઘટના બાદ પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ ઘટનાની વાત પોતાના ટ્વિટર પર ટ્વિટ કરી હતી અને ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના ખુબ જ વખાણ કર્યા હતા. તેઓ એ પોતાના ટ્વિટર પર જણાવ્યું છે કે મે દિલ્હીના ડીસીપી સાથે વાતચીત કરી હતી અને તેમણે મને કહ્યુ હતું કે આ ધટનામાં કોઈજ જાનહાનિ થવા પામી નથી દરેક લોકોને હેમખેમ બહાર નીકાળી લેવામાં આવ્યા હતા. આમ આગ લાગવાની ઘટનાના થોડાજ સમયે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા ગૌતમ ગંભીરે તોઓના વખાણ કર્યા હતા.

Exit mobile version