Site icon hindi.revoi.in

રામ મંદિર નિર્માણ પહેલા પૂજારી અને પોલીસ પર સંકટ

Social Share

અમદાવાદ: ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને કોરોના સંકટ મંડરાવવા લાગ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે રામ જન્મભૂમિની સુરક્ષામાં રોકાયેલા 14 પોલીસકર્મીઓને પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે. પ્રદીપ દાસ પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. આચાર્ય સત્યેન્દ્રદાસનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

રામ જન્મભૂમિમાં પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે ચાર પૂજારી રામ લલાની સેવા કરે છે. આ ચાર પૂજારીઓમાંથી એક પૂજારી પ્રદીપ દાસનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ હોમ ક્વોરેન્ટાઇન કરી દીધું છે. આ સાથે 16 પોલીસકર્મી પણ કોરોના સંક્રમિત થયા છે, જેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ભૂમિપૂજન પહેલા અયોધ્યામાં 200 લોકોની કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસકર્મી અને રામ જન્મભૂમિના કર્મચારી -પૂજારી સામેલ છે. એન્ટિજન ટેસ્ટમાં મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ કોરોના નેગેટિવ જોવા મળ્યા હતા, જ્યારે તેમના સહયોગી પુજારી પ્રદીપ દાસ અને 14 પોલીસકર્મી પોઝીટીવ જોવા મળ્યા હતા. આ વિગતો સામે આવ્યા બાદ રામ મંદિરના શિલાન્યાસની તૈયારીઓ વચ્ચે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

એન્ટિજન ટેસ્ટમાં પુજારી પ્રદીપ દાસ અને પોલીસકર્મીઓના પરિણામો પોઝીટીવ આવ્યા બાદ દરેકને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હવે તેમની આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, જે પુષ્ટિ કરશે કે આ લોકો કોરોના સંક્રમિત છે કે નહીં. હાલમાં, આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાની તૈયારી ચાલી રહી છે.

નોંધનીય છે કે, 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં આગમન છે. પીએમ મોદી રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે દેશના તમામ ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. આ ભૂમિપૂજન કાર્યક્રમની ભવ્યતા અને પ્રચારમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કોઈ કસર  છોડવા માંગતું નથી.

(Devanshi)

Exit mobile version