- પાકિસ્તાનની એજન્સી ISI ને ખાનગી માહિતી આપતા ઈસમની અટકાયત
- HALના કર્મી લડાકૂ વિમાન વિશે પાક,ને આપતો હતો માહિતી
- લડાકૂ વિમાન તેમજ નિર્માણ સંબધી માહિતી આઈએસઆઈને આપતો હતો
- મહારાષ્ટ્ર પોલીસે શુક્રવારના રોજ કરી ઘરપકડ
પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઈન્ટર સર્વિસેજ ઈન્ટેલિજેન્સને લડાકૂ વિમાન સંબંધી માહિતી આપવા બદલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એક કર્મચારીની ઘરપકરડ કરવામાં આવી છે,આ સમગ્ર બાબતે મહારાષ્ટ્ર પોલીસે આજરોજ જણાવલ્યું હતું કે, આ ઈસમ લડાકૂ વિમાન તથા તેના નિર્માણ સંબંધી ગુપ્ત જાણકારી ISIને આપતો હતો.
One HAL employee arrested by Nashik Unit of ATS for supplying secret information about Indian fighter aircraft & their manufacturing unit, Hindustan Aeronautics Ltd, Nashik to Inter-Services Intelligence (ISI), a Pakistani intelligence agency: Anti Terrorist Squad. #Maharashtra
— ANI (@ANI) October 9, 2020
એક પોલીસ અધિકારીએ આ સમગ્ર બાબતે કહ્યું કે, ‘રાજ્ય વિરોધી આતંકવાદ સ્ક્વોડ (એટીએસ) ના નાસિક યુનિટને આ વ્યક્તિ વિશે બાતમી મળી હતી. આ વ્યક્તિ આઈએસઆઈ સાથે સતત સંપર્કમાં હતો. ‘ તેમણે કહ્યું કે તે વ્યક્તિ ભારતીય લડાકુ વિમાન વિશે ગુપ્તચર સંબંધિત માહિતી આપી રહ્યો હતો અને નાસિકના ઓઝાર ખાતેના એએચએલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ, એરફોર્સ બેઝ અને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તેની સંવેદનશીલ વિગતવાર માહિતી પાક્સ્તાનને આપી રહ્યો હતો.
આરોપી પાસે સીમકાર્ડ સહિત મોબાઈલ ફોન મળી આવ્યા
આરોપી સામે શઆસકિય ગુપ્ત અઘિનિયન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છેજેની પાસેથી 5 જેટાલ મોબાઈલ સીમ કાર્ડ તેમજ ત્રણ મોબાઈવ હેન્ડસેટ મળી આવ્યા હતા, આ સીમ કાર્ડ તેમજ ફોનને તપાસ માેચે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે, ગુનેગાર અધિકારીને આજરાજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો,જેમા 10 દિવસીય એટીએસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સાહીન-