Site icon hindi.revoi.in

જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને વિદેશ જવું હોય, તો 18 હજાર કરોડ રૂપિયાની ગેરેન્ટી આપે: દિલ્હી હાઈકોર્ટ

Social Share

નવી દિલ્હી : જેટ એરવેઝના ફાઉન્ડર અને ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઈકોર્ટમાંથી મંજૂરી મળી નથી. લુકઆઉટ સર્કુલરની વિરુદ્ધ ગોયલની અરજી પર મંગળવારે સુનાવણી કરતા જસ્ટિસ સુરેશ કૈતે કહ્યુ છે કે હાલની સ્થિતિમાં વચગાળાની રાહત આપી શકાય નહીં. ગોયલ જો વિદેશ જવા ચાહે તો પહેલા 18 હજાર કરોડ રૂપિયાની ગેરેન્ટી આપે. એક મુલાકાતમાં દેશની સૌથી મોટી ખાનગી એરલાઈન રહેલી જેટ એરવેઝ દેવાળિયાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

ગોયલની અરજી પર કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ પણ માંગ્યો છે. આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. ગોયલે લુકઆઉટ સર્કુલર રદ્દ કરવાની અપીલ કરી હતી.

નરેશ ગોયલ અને પત્ની અનીતાને 25મી મેના રોજ મુંબઈ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, જેટ એરવેઝની નાણાંકીય અનિયમિતતાઓમાં નરેશ ગોયલની શંકાસ્પદ ભૂમિકાને લઈને ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે.

ગત મહીને ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જેટ એરવેઝની લોનની રકમ અન્ય ફર્મોમાં ડાયવર્ટ કરવાના મામલાની તપાસ એસએફઆઈઓ કરી રહ્યું છે.

જણાવવામાં આવે છે કે આરોપોની તપાસ થવા સુધી સરકાર ચાહે છે કે નરેશ ગોયલ દેશમાં જ રહે. નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા જેવા ભાગેડુઓના મામલામાં ટીકા સહન કર્યા બાદ સરકાર અને એજન્સીઓ આર્થિક મામલાના શંકાસ્પદ અને આરોપીઓને લઈ સાવધાની રાખી રહી છે.

Exit mobile version