Site icon hindi.revoi.in

ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ પર પ્રથમ વખત બે મહિલા અધિકારીઓની તૈનાતી

Social Share

મુંબઈ: ભારતીય નૌસેનામાં પહેલીવાર સોમવારે બે મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આ બંને મહિલા અધિકારીઓ છે સબ-લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને રીતિ સિંહ. તેમની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓને કોચિમાં INS Garuda ખાતે યોજાયેલા સમારોહમાં નિરીક્ષક તરીકે ગ્રેજ્યુએટ થવા પર ‘વિંગ્સ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યુદ્ધ જહાજો પર ગોપનીયતાની દ્રષ્ટિએ મહિલાઓને લાંબા સમયથી તહેનાત કરવામાં આવી ન હતી અને મહિલાઓ માટે વોશરૂમની પણ સુવિધા નથી. પરંતુ હવે આ બંને મહિલા અધિકારીઓના આગમન પછી દરેક વસ્તુ બદલાશે તે નિશ્ચિત છે. જોકે ભારતીય નૌસેનામાં ઘણી મહિલા અધિકારીઓ તૈનાત કરવામાં આવી રહી છે.

ભારતીય નૌસેના ના પ્રવક્તા કમાન્ડર વિવેક મઢવાલે કહ્યું કે યુદ્ધ જહાજમાં મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ હતો. આ બંને મહિલા અધિકારીઓ ભારતીય નૌસેના ના 17 અધિકારીઓની ટીમમાં શામેલ છે, જેમાં 4 મહિલા અધિકારીઓ અને ત્રણ ભારતીય કોસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે.

બે યુવા મહિલા અધિકારીઓ નૌસેનામાં મલ્ટિ-રોલ હેલિકોપ્ટરમાં લાગેલા સેન્સરને ઓપરેટ કરવાની ટ્રેનીંગ લઈ રહ્યા છે. આ બંને અધિકારીઓ નૌસેનામાં નવા એમએચ -60 આર હેલિકોપ્ટરમાં ઉડાન ભરશે. ભારતીય નૌસેનામાં લિંગ સમાનતાને સાબિત કરવાના પગલામાં સબ-લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને રીતિ સિંહને નૌસેના ના યુદ્ધ જહાજ પર ક્રૂ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે, તે આ પહેલી મહિલા અધિકારી હશે.

_Devanshi

Exit mobile version