Site icon hindi.revoi.in

ભીલડી અને જોધપુર વચ્ચે શનિવારથી દોડશે ડેમુ સ્પેશિયલ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદઃ પશ્વિમ  રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર 04876 ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી ભીલડીથી દરરોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે.  આવી જ રીતે, ટ્રેન નંબર 04875 જોધપુર – ભીલડી ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 06.30 વાગ્યે દોડશે અને તે જ દિવસે બપોરે 13.45 વાગ્યે ભીલડી પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં જેનાલ, રામસન, ધનેરા, જરી, ડુગડોલ, મારવાડ રતનપુર, રાનીવાડા, મારવાડ, મારવાડ કોરી, મારવાડ ભીનમાલ, લેદરમેર, ભીમપુરા, મોદરન, બકરારોડ, મારવાડ બાગરા, જગન્નાથજી રોડ, જાલોર, બિશેનગઢ, બલવારા, મોકલસર, રાખી, બામસીન, સમદડી, અજિત, મિયો કા બાડા, દુંધાડા, દુદીયા, સુતલાના, લુણી, હનવંત, સલવાસ, બાસની, અને ભગત કી કોઠી સ્ટેશનો પર રોકાશે.

Exit mobile version