- ખેડૂત આંદોલન અંગે 36 બ્રિટિશ સાંસદોની માંગ
- બ્રિટનની સરકાર કૃષિ કાયદા પર મોદી સરકાર સાથે વાત કરે
દિલ્હીઃ- દેશમાં થઈ રહેલા ખેડૂત આંદોલનને લઈને હવે વિદેશી દેશોનું પણ સમર્થન મળી રહ્યું છે, દેશ અને દુનિયાના શીખ અને પંજાબી ખેડૂતો આ આંદોલનમાં જોડાય રહે છે. આ પહેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખેડૂતે આંદોલનને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારે હવે આ સમર્થનમાં બ્રિટનના સાસંદો પણ ઉતર્યા છે, યુકેના કેટલાક સાંસદોએ યુકે સરકારને ભારત સરકાર સાથે વાત કરવા જણાવ્યું છે.
બ્રિટનના ભારતીય મૂળના અને પંજાબ સાથે જોડાયેલા 36 સાંસદોએ ખેડૂત કાયદા અંગે આ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવાની વાત કરી છે. સાંસદોએ વિદેશ સચિવ ડોમિનિક રૈબને પત્ર લખ્યો હતો કે, તેઓ મોદી સરકાર સાથે ખેડૂત આંદોલન અંગે ચર્ચા કરે.
આ પત્ર પર હસ્તાક્ષર કરનારા નેતાઓમાં લેબર કન્જરવેટિવ અને સ્કોટિશ નેશનલ પાર્ટીના પૂર્વ લેબર મીનીસ્ટ જેરેમી કાર્બિન, વીરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા, વેલેરી વાઝ, નાદિયા વ્હિટોમ, પીટર બોટોમલી, જ્હોન મૈકકોલોન, માર્ટિન ડોકર્ટી-હ્યુજેસ અને થેવલિસનો સમાવેશ થાય છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, બ્રિટનના શીખ અને પંજાબ સાથે સંકળાયેલા લોકો માટે આ ચિંતાનો વિષય છે. ઘણાં બ્રિટીશ શીખ અને પંજાબી લોકોએ તેમના સાંસદોની સામે આ ખેડૂત બાબતનો મુદ્દો ઉઠાવ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે, ઘણા સાંસદોએ તાજેતરમાં જ ભારતના ત્રણ કૃષિ કાયદાના પ્રભાવ બાબતે ભારતીય ઉચ્ચ આયોગને પત્ર લખ્યો હતો.
સાહિન-