Site icon hindi.revoi.in

પૂર અને કોરોના જેવી કુદરતી આફત વચ્ચે બિહારમાં ચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની માંગ- સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

Social Share

બિહારમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,દિવસેને દિવસે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે, હજુ એક આફત પાર નથી પડી ત્યાં તો કુદરતે જાણે ફરી તેનો પ્રકોપ બતાવ્યો છે, સમગ્ર બિહારમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિથી તારાજી સર્જાઈ છે, અનેક નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, આ સમગ્ર બાબત વચ્ચે બિહારમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.

બિહારની હાલની સ્થિતિ જોતા સુપ્રીમ કોર્ટમાં બિહારની ચૂંટણી પર રોક લગાવવાની અરજી કરવામાં આવી છે, આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બિહાર હાલમાં કોરોનાવાયરસ અને પૂરની સ્થિતિમાં પીડાઈ રહ્યું છે, આવી સ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવું શક્ય નથી. અરજી કરનારે સુપ્રીમ કોર્ટને આ અંગે અપીલ કરી છે કે, જ્યા સુધી બિહાર રાજ્ય કોરોના અને પૂર મૂ્કત ન થાય ત્યા સુધી વિધાનસભાની ચૂંટણીઓ
મોકૂફ રાખવી જોઈએ.

બિહારમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં ચૂંટણીનું આયોજન

બિહાર વનિધાનસાભાની 243 બેઠકો માટે આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાનાર છે, આ સમગ્ર બાબતે ચૂંટણી આયોગ દ્વારા વિતેલા દિવસ શુક્રવારના રોજ ગાઈડલાઈન પણ રજુ કરવામાં આવી હતી, ચૂંટણી આયોગ એ કહ્યું કે, આ વર્ષે ઓનલાઇન નામાંકન ભરવામાં આવશે અને સુરક્ષા નાણાં પણ ઓનલાઇન જ જમા કરવવામાં આવશે.ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ પ્રમાણે, ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન મહત્તમ પાંચ લોકો ઉમેદવારની સાથે જઈ શકશે. આ ઉપરાંત મતદાન દરમિયાન મતદારોને હાથમાં પહેરવા ગ્લોઝ પણ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી રોકવાની માંગ

ચૂંટણી પંચની સમગ્ર તૈયારીઓ વચ્ચે, બિહાર વિધાનસભાની ચૂંટણીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે, પૂર અને કોરોનાનો સામનો કરી રહેલા બિહારમાં ચૂંટણીનું આયોજન કરવું શક્ય નથી, જેથી કરીને થોડા દિવસો માટે બિહારમાં ચૂંટણી પ્રક્રિયા બંધ કરી દેવી જોઇએ. .

સાહીન-

Exit mobile version