Site icon Revoi.in

દિલ્હીની કાનૂન વ્યવસ્થા પર ઉઠ્યા સવાલઃ ધોળે દિવસે રસ્તા વચ્ચે એક મહિલા પર ગોળીબાર

Social Share

દેશની રાજધાની દીલ્હીમાં મહિલા કેટલે અંશે સલામત

બાઈક સવારે કરી મહિલાની હત્યાની કોશીષ

ધોળે દિવસે સરેઆમ ગોળી મારવામાં આવી

દિલ્હીના દ્વારકા સેક્ટર 12ની ધટના

રૈડિસન હોટેલ પાસે શૂટઆઉટનો મામલો

લૂંટફાટ હોય કે પછી હત્યાનો મામલો કે પછી બળાત્કારની ઘટના, ક્રાઈમના મામલે દિલ્હી મોખરે રહ્યું છે અહિ વારંવાર આવી અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે ફરી એક વાર દિલ્હીની કાનૂન વ્યવસ્થા પર સવાલો ઉઠવા પામ્યા છે
દિલ્હી પાસે આવેલા દ્રારકા સેક્ટર 12માં ધાળે દિવસે એક મહિલાને રસ્તા ઉપર ગોળી મારીને તેની ખુલ્લેઆમ હત્યાની કોશીષ કરવાની ઘટના સામે આવી છે આ હત્યાના બનાવને પગલે દ્રારકા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે ત્યારે અહિ મહિલાની સલામતીને લઈને અનેક મુદ્દાઓ ઉઠ્યા છે.
દ્રારકા પાસે એક મહિલા પોતાના બાળકોને પોતાની એસયૂવી કારમાં સ્કૂલ મૂકીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તાની વચોવચ મહિલા પર અજાણ્યા બાઈક સવાર ઈસમાએ ગોળી ચલાવી હતી જેને લઈને મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં વી હતી. આ ઘટના રૈડિસન હાટેલ પાસે બનવા પામી હતી જ્યા લગભગ લોકોની અવરજવર થતીજ રહેતી હોય છે. જ્યારે આસપાસમાં આ અંગે પુછવામાં આવતા જાણવા મળ્યું છે કે મહિલા પર ગોળી ચલાવનાર બન્ને બાઈક સવારે હેલમેટ પહેર્યા હતા.
મહિલાની ઓળખ કિરણ બાલા તરીકે થઈ છે. ગોળી વાગ્યા બાદ મહિલાએ પોતાની કાર પર કાબુ ગુમાવ્યું હતુ જેને લઈને કાર ફૂટપાઠ પરથી નીચે ઉતરી આવતા એક ઓટો ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાની તપાસ પાલીસે હાથ ધરતા જાણવા મળ્યું છે કે હત્યા લૂંટના ઈરાદાથી કરવામાં આવી નથી કારણ કે મહિલાની કારમાં તેનો સામાન સલામત હતો. હવે પોલીસે પૂછતાછ શરુ કરીને આ અંગે વધુ તપાસ આદરી છે.