- દિલ્હીમાં કોરોના વેક્સીનનો પ્રથમ સંગ્રહ
- સરકાર કક્ષાએથી કવાયત હાથ ધરાઈ
- રસીકરણ કાર્યક્રમને સંપૂર્ણરીતે કરશે મદદ – સ્વાસ્થ્યમંત્રી
દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વેક્સીનનો પ્રથમ ભંડાર તાહિરપુર સ્થિત રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં થશે. લગભગ 15 દિવસનો સમય તેની તૈયારીમાં લાગી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે પણ આ વેક્સીન દિલ્હીમાં ઉપલબ્ધ થશે ત્યારે આખી દિલ્હીમાં થોડા અઠવાડિયામાં જ વેક્સીન આપવામાં આવશે. આની પાછળનું એક કારણ એ છે કે, દિલ્હીમાં તળિયા સ્તર સુધીની પહોંચ અને આઉટરીચ પોઇન્ટને સક્રિય રાખવાનો છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સ્ટોરેજ ફેસીલીટી માટે જગ્યા માંગી હતી. હોસ્પિટલની મેઈન બિલ્ડીંગથી અલગ એક યુટિલિટી બ્લોક છે, તે ભાગને સ્ટોરેજ ફેસેલીટી માટે હેંડઓવર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને થર્ડ ફ્લોર સ્ટોરેજ માટે આપવામાં આવશે. ત્રણેય ફ્લોરનું ક્ષેત્રફળ લગભગ 7 થી 8000 ચોરસમીટર હશે. અહીં કોવિડ વેક્સીનથી જોડાયેલી બધી પ્રવૃત્તિઓ માટે જગ્યા રાખવામાં આવી છે.
વેક્સીનને લઈને આ હોસ્પિટલ દિલ્હીનું સૌથી મોટું કેન્દ્ર હોઈ શકે છે. કારણ કે 2 કરોડની વસ્તી માટે વેક્સીન સુરક્ષિત રાખવા માટે પૂરતી જગ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ 15 દિવસ પહેલા દિલ્હી સરકારની ટીમ નિરીક્ષણ કરવા આવી હતી. વેક્સીનના સ્ટોરેજ માટે મોટા સાઈઝના ડીપ ફ્રીઝસનો ઉપયોગ કરવામાં આવશે. ફ્રીજ પ્રમાણે દરવાજા પણ બદલાઇ રહ્યા છે.
તો બીજી તરફ વેક્સીન આવ્યા પહેલા જ દિલ્હી સરકાર રાજધાનીને પ્રાધાન્ય આપવાની માંગ કરી રહી છે. સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે, દેશની રાજધાની હોવાથી દિલ્હીમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવો ખૂબ જ જરૂરી છે. તેથી, તેમણે આશા વ્યક્ત કરી છે કે, કેન્દ્ર દિલ્હીને પ્રાધાન્ય આપતા રસીકરણ કાર્યક્રમને સંપૂર્ણ મદદ કરશે.
_Devanshi