Site icon hindi.revoi.in

દિલ્હીની આબોહવા થઈ ખરાબ – કેટલાક વિસ્તારોમાં AQI 300ને પાર

Social Share

દિલ્હીની આબોહવા ફરી એક વખત બગડી છે,દિલ્હીના આસપાસના રાજ્યોમાં બાળવામાં પરાળીની અસર દેશની રાજધાનીમાં જોવા મળી રહી છે અને અહીં વાયુ પ્રદૂષણનું સ્તર ખુબૂ જ ઝડપથી વધી રહ્યું છે. સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનું સ્તર 300ને પાર કરી ગયું છે, જે ની સ્થિતિ જોખમમાં જોવા મળી રહી છે.

સોમવારે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં એક્યુઆઈનું સ્તર ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્કમાં નોંધાયેલા એક્યુઆઈ આજે સૌથી ખરાબ હાલતમાં જોવા મળ્યું છે. જેમાં આનંદ વિહાર, શાહદરા અને ગાઝિયાબાદમાં એક્યુઆઈનું સ્તર 300 ને પાર કરી ગયું છે. દિલ્હીના બીજા ઘણા સ્થળોએ એક્યુઆઈ 200+ થી વધુ નોંધાયું છે.

ગ્રેટર નોઈડામાં નોલેજ પાર્કમાં સોમવારે સવારે એક્યુઆઈ લેવલ 547 નોંધવામાં આવ્યો હતો, જે ખૂબ જ જોખમી સ્થિતિમાં જોવા મળે છે. આનંદ વિહારમાં 337, શાહદરામાં 328, ગાઝિયાબાદના સંજય નગરમાં 346, ઈંદિરાપુરમમાં 243, નોઈડામાં સેક્ટર -62 માં 231, સેક્ટર -116 માં 210 નોંધાયુ છે. જોકે, ફરીદાબાદના સેક્ટર -30 માં એક્યુઆઈ સ્તર 166 રહ્યો.

ઉલ્લેખનીય છે કે,દિલ્હીની આજુબાજુનાં રાજ્યોમાં પરાળી  બાળવામાં આવતા તેની અસર સૌથી વધુ દિલ્હીમાં જોવા મળી રહી છે

સાહીન

Exit mobile version