નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશભરમાં યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સામાન્ય જનતાથી લઈને મોટી-મોટી હસ્તીઓએ આ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિભવનમાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા હતા.
તે વખતે તેમણે લોકોની સાથે યોગ કર્યા અને યોગ દિવસની શુભેચ્છા પણ આપી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વભરમાં યોગાભ્યાસ કરનારા તમામ લોકોને તેમણે શુભકામનાઓ આપી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે યોગ સંપૂર્ણ માનવતાને ભારત તરફથી ઉપહાર છે. આ સ્વસ્થ જીવન અને મન તથા શરીર વચ્ચેના યોગ્ય સંતુલનની કુંજી છે. આવો યોગના ઉત્સવનો ભાગ બનીએ.
તેની સાથે જ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે મને ખુશી છે કે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ યોગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનું માધ્યમ છે.