- સીએમ કેજરીવાલની મોટી જાહેરાત
- પાણી પુરવઠાને લઈને કરી જાહેરાત
- દિલ્હીવાસીઓને 24 કલાક મળશે પાણી
દિલ્લી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પાણી પુરવઠાને લઈને મોટી જાહેરાત કરી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 24 કલાક વીજળીની સાથો સાથ હવે 24 કલાક પાણી પણ મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, રાજધાનીમાં વિકસિત દેશોની જેમ પાણીનો ઉત્તમ પુરવઠો મળશે અને અમે તેમ કરીને દેખાડીશું.
આજે વર્ચુઅલ માધ્યમની પ્રેસ કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકાર પાણી પુરવઠાના સંચાલનને સારી બનાવવા અને પાણીનો બગાડ ન થાય તે માટે સલાહકારોની નિમણૂક કરી રહી છે. વિપક્ષના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે દિલ્હીમાં પાણીનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હું તમને ખાતરી આપું છું કે આવું ક્યારેય ન બની શકે.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હી જલ બોર્ડની બેઠકમાં અમે સલાહકારની નિમણૂક અંગે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. કોરોનાને કારણે તેમાં વિલંબ થયો, નહીં તો અમે એક કન્સલટન્ટને નિમણૂક કરવાના જ હતા, જે અમને કહે કે, 24 કલાક પાણી પુરવઠા માટે અમારે કયા પગલાં ઉઠાવવા જોઈએ. અમે આ પ્રક્રિયાને શરૂ કરી રહ્યા છીએ.
_Devanshi