- કેદીઓની રજાઓ થઈ શકે છે રદ
- કોરોના મહામારીમાં જામીન અને પેરોલ પર છે બહાર
દિલ્લી: કોરોના મહમારીના કારણે જામીન અને પેરોલ પર બહાર આવેલા કેદીઓને ટૂંક સમયમાં તેમની બેરેકમાં પાછા ફરવું પડી શકે છે અને દિલ્હી હાઈકોર્ટ આ કેસમાં ચુકાદો આપી શકે છે. DG જેલએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે કોરોના દરમિયાન 216 જેલ કર્મચારી કોરોનામાં સપડાયાં હતા જેમાંથી હવે 206 જેટલા લોકો સાજા થયા છે.
આજે દિલ્હી સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું આપીને કહ્યું કે કુલ 5581 કેદીઓ જામીન અને ઇમરજન્સી પેરોલ પર જેલની બહાર ફરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે તિહાડ જેલમાં કડક નિયમો અને પગલાને કારણે કોરોના સંક્રમણ મોટા પાયે ફેલાયો નથી.
આ દરમિયાન કોર્ટે ટિપ્પણી પણ કરી હતી કે કોર્ટ કોરોનાને કારણે કેદીઓને આપવામાં આવેલા જામીનમાં થયેલા વધારાને સમાપ્ત કરવા અંગે વિચાર કરી રહી છે. કેદીઓએ પહેલા સરેન્ડર કરવું જોઇએ અને ટ્રાયલ કોર્ટમાં યોગ્યતાના આધારે જામીન લેવી જોઈએ. બેલનો આ અધ્યાય કોરોનાને કારણે બંધ હવે થવો જોઈએ.
આ અમગ્ર બાબતે કોર્ટએ કહ્યું કે કેટલાક કેદીઓ પર આરોપ છે અને તેમનો વેલો સતત વધતો જાય છે. આ કિસ્સામાં, કેદીઓને શરણાગતિ માટે કહેવામાં આવી શકે છે.
જેલ અધિકારીઓએ કોર્ટને જણાવ્યું છે કે હાલમાં કોરોનામાં ફક્ત 3 કેદીઓ સંક્રમિત છે. તેના પર કોર્ટે કહ્યું કે આ મોટી સંખ્યા નથી અને કોરોનાને કારણે વચગાળાના જામીનમાં સતત વધારો હવે સમાપ્ત થવો જોઈએ.
_Sahin