Site icon hindi.revoi.in

વિદેશ ભાગવાની ફિરાકમાં હતો મોન્ટી ચઢ્ઢા, દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ

Social Share

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ઈઓડબ્લ્યૂએ કારોબારી મનપ્રીતસિંહ ચઢ્ઢા ઉર્ફે મોન્ટી ચઢ્ઢાની ધરપકડ કરી છે. બુધવારે રાત્રે મોન્ટીને દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ કરવામાં આવ્યો હતો. વ્યવસાયે બિલ્ડર મોન્ટી પર ફ્લેટ બાયર્સ સાથે છેતરપિડીં કરવાનો આરોપ છે. આરોપીનો લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું હતું.

રાત્રે તે ફુકેટ ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે પોલીસની આર્થિક અપરાધ શાખાએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચીને તેની ધરપકડ કરી હતી અને આજે ગુરુવારે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે.

મનપ્રીતસિંહ ચઢ્ઢા દારૂ કારોબારી પોન્ટી ચઢ્ઢાનો પુત્ર છે. મનપ્રીતના પિતા પોન્ટીની હત્યા થઈ ચુકી છે. મોન્ટીની રિયલ એસ્ટેટ કંપની હાઈટેક ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ પર ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આરોપ છે કે મોન્ટી ચઢ્ઢાએ ઘણી કન્સ્ટ્રક્શન કંપનીઓ બનાવીને સસ્તા ફ્લેટના નામ પર લોકો પાસેથી નાણાં લીધા હતા. બાદમાં વાયદા પ્રમાણે તેમણે ફ્લેટ આપ્યો નથી. મોન્ટી ચઢ્ઢા પર 100 કરોડથી વધારેની છેતરપિંડી કરવાનો આરોપ છે. પાંચથી લઈને દશ વર્ષથી ફ્લેટ બાયર્સ ચક્કર લગાવી રહ્યા છે. પરંતુ ચઢ્ઢાએ ફ્લેટની ચાવી આપી નથી.

મહત્વપૂર્ણ છે કે મોન્ટીના દારૂનો કારોબાર કરનારા પિતા પોન્ટી ચઢ્ઢા અને કાકા હરદીપ વચ્ચે 2012માં ગોળીઓ ચાલી હતી. જેમાં પોન્ટીનું મોત નીપજ્યું હતું. બાદમાં મોન્ટી દારૂથી લઈને રિયલ એસ્ટેટનો કારોબાર સંભાળી રહ્યો છે.

Exit mobile version