- દિલ્હી-એનસીઆરની હવા પ્રદુષિત બની
- 40 ટકા પ્રદુષણ પરાળી બાળવાથઈ ફેલાયું
- હવામાન મંત્લાય સફર એજન્સીએ આપી જાણકારી
દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ ખુબ જ ખરાબ બન્યું છે, દિલ્હી એનઆરસીની આબોહવા ધેરી બનતી જોવા મળી રહી છે,આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાના કારણે હવે હવામાં ઘૂમાડાનું પ્રમાણ પણ વધ્યું છે,રવિવારના રોજ દિલ્હીના પ્રદુષણમાં પરાળી બાળવાનો ભાગ 40 ટકા રહેલો છે.
આ સમગ્ર બાબતે હવા ગુણવત્તાની દેખરેખ રાખનારી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એજન્સી સફરના જણાવ્યા પ્રમાણે , વિતેલા એક દિવસમાં જ પંજાબ , હરિયાણા, યૂપી અને ઉત્તરાખંડમાં પરાળી બાળવાના 3 હજારથી પણ વધુ કીસ્સાઓ સામે આવ્યા છે.
દિલ્હીમાં રવિવારના રોજ એર ક્વોલિટી ઈન્ડેક્ષ 370 નોંધાયો છે, જે ખુબ ખરાબ શ્રેણીમાં નોંધાયું છે, શનિવારના રોજ એક્યૂઆઈ 367 નોંધાયું હતું જ્યારે તેના આગલા દિવસે શુક્રવારના રોજ એક્યૂઆઈ 374 નોંધાયુ હતું, રાજદધાનીમાં જે પ્રદુષણ ફેલી કરહ્યું છે તેમાં 40 ટકા પરાળી બાળવોનો ભાગ રહ્યો છે.
સફરના જણાવ્યા અનુસાર, નાસાની ઉપગ્રહ તસવીરોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબના વિશાળ ભાગોમાં આગના બિંદુઓનું મોટૂ સમૂહ દેખાઈ આવ્યું હતું. એજન્સીએ કહ્યું કે,પવનની ગતિમાં સુધારો હોવા છતાં, પરાળઈ સળગાવવાની ઘટનાઓને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયેલા જોવા મળતો નથી, એજન્સીએ જણાવ્યું હતું. આવનારા દિવસમાં હવામાં થોડો સુધારો થવાની સંભાવના છે, પરંતુ આ પછી, 3 નવેમ્બરથી ફરી એકવાર, હવાનું સ્તર ખરાબ શ્રેણીમાં વર્ગમાં આવી શકે છે. આ સ્ટ્રોના બર્નિંગ પર પણ નિર્ભર રહેશે.
સાહીન-