Site icon hindi.revoi.in

દિલ્હી-કટરાનું અંતર હવે માત્ર 8 કલાકમાં કપાશેઃટૂંક સમયમાં જ બીજી ‘વંદે ભારત એક્સપ્રેસ’ શરુ થશે

Social Share

દેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ થોડા સમયમાં દિલ્હી-કટરા વચ્ચે શરુ થઈ જશે,રેલવે બોર્ડ અધ્યક્ષ વિનોદ યાદવે મંગળવારે જણાવ્યું કે, આ ટ્રેનની શરુઆત તહેવારની શરુરાત પહેલા જ થઈ જશે,તેમણે કહ્યું કે,વૈષણવ દેવી મંદીરની તીર્થયાત્રાના કારણે આ રુટ પર ઘણી ભીડ જોવામળે છે,આ કારણથી જ અમે વંદે ભારત માટે આ રુટની પસંદગી કરી છે,વંદે ભારત એક્સપ્રેસના કારણથી દિલ્હીથી કટારાનું અંતર હવે માત્ર 8 કલાકમાં કપાશે.

વૈષણદેવી મંદીરની તીર્થયાત્રાના કારણએ દિલ્હી-કટરા રુટ સૌથી વ્યસ્ત રેલ માર્ગ ગણવામાં આવે છે,જેના કારણે જ બીજી વંદે ભારત એક્સપ્રેસ માટે આ રુટ પર પસંદગી ઉતારવામાં આવી છે.આ સ્પીડ ટ્રેનના કારણે દિલ્હી કટરા યાત્રા માટે લાગતો વધુ સમય પણ હવે ઓછો થઈ જશે, પહેલા આ રેલ માર્ગ ટ્રેનથી દિલ્હીથી કટરા પહોંચતા 12 કલાક જેટલા સમય લાગતો હતો પરંતુ હવે વંદે ભારત એક્સપ્રેસથી શ્રધ્ધાળુંઓએ માત્ર 8 કલાકની યાત્રા જ કરવી પડશે,આ રુટ પર વૌષણદેવી છેલ્લુ સ્ટેશન હશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી મોદીએ આ વર્ષે 15 ફબ્રુઆરીના રોજ સ્વદેશી ટ્રેન 18ને લીલી ઝંડી બતાવી હતી,જેનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યું હતું તેનું સંચાલન નવી દિલ્હીથી  પ્રધાનમંત્રીના લોકસભા વિસ્તાર વારાણસી સુધી કરવામાં આવી રહ્યું છે,વંદે ભારત એક્સપ્રેસની ગતિ 160 કિલો મીટર પર્તિ કલાકની રહેશે જે ભારતીય રેલ નેટવર્કની સૌથી વધુ સ્પીડ છે.

Exit mobile version