Site icon hindi.revoi.in

ગાંજાના વપરાશમાં રાજધાની દિલ્હી વિશ્વમાં ત્રીજા સ્થાને

Social Share

દુનિયાભરમાં અનેક પ્રકારના કેફી પ્રદાર્થોનું સેવન વધી રહ્યું છે,પછી તે દારુ હોય ગાંજો હોય કે અફીણ હોય કે પછી અન્ય કોઈ ડ્રગ્સ,વિશ્વમાં કેટલાક લોકો આ કેફી પ્રદાર્થોના આદી થઈ ચૂક્યા છે, જો ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી પૂરા વિશ્વમાં ગાંજાનો સૌથી વધુ ઉપયોગ કરવાની આ યાદીમાં ત્રીજુ સ્થાન ધરાવે છે,દેશની રાજધાની દિલ્હીમાં પુરા વિશ્વમાંથી ત્રીજા નંબરે ગાંજાનું સેવન કરવામાં આવે છે એમ કહી શકાય.સૌથી વધારે ગાંજાનો વપરાશ ધરાવતા ટોપ 10 શહેરોમાં ભારતના બે શહેરો સામેલ છે જેમાં એક દિલ્હી ત્રીજા સ્થાને અને દેશનું વ્યાપારીક હબ ગણાતું મુંબઈ છઠ્ઠા નંબરે આવ્યું છે.

આ બાબતે જર્મનીની એક કંપની એબીસીડી એ ગાંજા પર એક વૈશ્વિક રિપોર્ટ તૈયાર કર્યો છે,આ રિપોર્ટને કેટલાક ભાગોમાં વહેચવામાં આવ્યો છે,વિશ્વમાં સૌથી વધુ ગાંજાનો વપરાશ કરનારા શહેરોની યાદીમાં અમેરીકાનું ન્યૂયોર્ક પ્રથમ સ્થાને છે,ત્યારે બીજા નંબર પર પાકિસ્તાનનું કરાંચી છે ત્યારે ત્રીજા સ્થાને ભારત દેશની રાજધાની દિલ્હી છે.

આ જર્મની કંપની દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટમાં વર્ષ 2018ના પુરા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે જે કઈક  મુજબ છે.

ન્યૂયોર્ક 77.44 મેટ્રીક ટન, કરાચી 41.95 મેટ્રીક ટન,નવી દિલ્હી 38.26 મેટ્રીક ટન,લોસ એંજેલિસ 36.06 મેટ્રીક ટન,કાયરો 32.59 મેટ્રીક ટન

આ લિસ્ટ મુજબ  દુનિયામાં શિંગાપોરમાં જ સૌથી ઓછા ગાંજાની વપરાશ નોંધી છે સિંગાપોરમાં મા6 0.02 મેટ્રીક ટ્રન ગાંજાની વપરાશ છે.

આ રજુ કરવામાં આવેલા રિપોર્ટમાં કેટલાક તથ્યોની વાત  કરવામાં આવી છે,જેમાં વિશ્વમાં ગાંજ ક્યા સસ્તો મળે છે તેની યાદીમાં દિલ્હીનું સ્થાન દસમું રહ્યું છે.દેશમાં કેટલીક વાર ગેરકાનુંની રીતે ગાંજાનો જથ્થો પક્ડાય છે,કેટલીક વાર લોકોની ધરપકડ કરવામાં આવે છે કાનુંની કાર્યવાહી પણ કરવામાં આવીતી હોય છે જો કે કેટલીક વાર ભારત દેશમાં ગાંજાને લીગલ કરવા માટેની માંગ પણ ઉઠવા પામી છે જો કે આ બાબતે સરકાર સામે કોઈએ પહેલ નથી કરી.

વર્ષ 2018માં કોંગ્રેસ નેતા શશિ થરુરે એક લેખ લખીને ગાંજાને લીગલ કરવાની માંગ રજુ કરી હતી,તેમનું માનવું હતુ કે મ કરવાથી ભારતમાં ઘણો ફાયદો થશે.

Exit mobile version