- દિલ્હી સ્વાસ્થ્ય મંત્રની ચેતવણી
- રાજધાનીમાં કોરોનાની ત્રીજી તરંગની શરુઆત
સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કેસ રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા જોવા મળી રહ્યા છે, વિતેલા દિવસની જો વાત કરીએ તો, પ્રથમ વખત દિલ્હીમાં માત્ર 24 કલાકના સમયગાળામાં 7 હજાર નવા કેસ સામે આવ્યા છે. જે ખુબ ચિંતાનો વિષય છે, ત્યાર બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ પ્રેસ કોન્ફોરન્સ યોજીને સરકારની અનેક તૈયારીઓ બાબતે જાણકારી આપી હતી.
મંત્રી સત્યેન્દ્ર જૈન એ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાલમાં 6 હજાર 800 બેડ રોકાયેલા છે, આ સાથે બીજા 9 હજાર ઉપલબ્ધ છે, જેને કોરોનાની ત્રીજી તરંગ કહી શકાય, જો કે આપણું સમગ્ર ધ્યાન વિતેલા 15 દિવસોથી કોરોનાના પરિક્ષણમાં છે તે વધતા કેસનું કારણ માની શકાય.
સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હી સરકાર હાઈકોર્ટના તે નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જશે, જેમાં ખાનગી હોસ્પિટલોના 80 ટકા આઇસીયુ બેડને આરક્ષિત કરવાની વાતને ધ્યાનમાં લેવામાં નહોતી આવી, તેમણે કહ્યું કે સૌથી મોટી સમસ્યા આઈસીયુ બેડ્સને લઈને થઈ રહી છે
કોરોનાને લઈને ત્રીજી તરંગ અંગે દિલ્હીના મુખ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે. કોરોનાના કેસો થોડા સમયથી વધી રહ્યા છે. આપણે તેને કોરોના કેસની ત્રીજી તરંગ કહી શકીએ છીએ. અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં પણ ભરીશું.
રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસને લઈને સ્વાલસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે, આ વધતા કેસને જોતા તેમણે તેને કોરોનાની ત્રીજી તરંગ ગણાવી છે.
સાહીન-