Site icon hindi.revoi.in

દિલ્હી સરકારનો પ્રદુષણ અટકાવવા માટેનો નિર્ણય – આજથી પેટ્રોલ-ડિઝલથી ચાલતા જનરેટર્સ બૅન

Social Share

ગુરુવારથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરપી) હેઠળ પ્રદૂષણ વિરોધી પગલા અમલમાં આવ્યા હોવાથી આપની સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં આવશ્યક તથા કટોકટી સેવાઓ માટે જરૂરી વીજળી જનરેટર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

“દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા ડીઝલ, પેટ્રોલ અથવા કેરોસીન પર ચલાવવામાં આવતી તમામ ક્ષમતાઓના વીજળી જનરેટર સેટ્સના સંચાલન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેનો અમલ 15 ઓક્ટોબરથી જરૂરી અથવા કટોકટી સેવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા લોકોને બાદ કરતા કરવામાં આવશે.”

આવશ્યક સેવાઓમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ, એલિવેટર, રેલ્વે સેવાઓ, દિલ્હી મેટ્રો, એરપોર્ટ અને આંતરરાજ્ય બસ ટર્મિનલ્સ અને રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા સંચાલિત ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં સતત વધતા પ્રદુષણને લઈને કેજરીવાલ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે,કેજરીવાલ સરકારે પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે  કન્સ્ટ્રંકશન અને ડિમોલીશન સાઇટ્સ માટે પણ નિયમો જાહેર કર્યા હતા. આ નિયમો હેઠળ હવે પેટ્રોલ ડિઝલથી ચાલતા જનરેટરો પર બેન લગાવાયો છે

થોડા દિવસોથી પરાળી બાળવાની ઘટનામાં  જે વધારો થઈ રહ્યો છે તેને લઈને આબોહવા ખુબ જ પ્રદુષિત બનતી જોવા મળી રહી છે,સમય જતા જો હવામાં ઝેર ફેલાય તો તે વાત નવી નહી હોય કારણે કે પ્રદુષણનું સ્તર ખુબ ઝડપી અને મોટા પ્રમાણમાં વધતુ જોઈ શકાયું છે.

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયમન બોર્ડે  દ્રારા આ બાબતે દિલ્હી સરકારને ચેતવણી આપવામાં પણ આવી હતી, કારણ કે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધીને 300ને પાર થયો હતો જે જોખમ ભર્યા વાતાવરણની આગાહી સુચવે છે.

વલધતા પ્રદુષણને લઈને દિલ્હીમાં ઓક્ટોબ મહિનાની શરુઆતમાં શ્વાસ સેવામાં પડતી તકલીફના કોસોમાં વધારો થયો હતો,. છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની ઋતુ આવતાની સાથે પંજાબ હરિયાણામાં જે પરાળી બાળવામાં આવે છે તેનાથી દિલ્હીની હવામાં ઘૂમાડો સહીત ખુબ જ પ્રદુષણફેલાઈ રહ્યું છે,જેથી હવે પટ્રોલ ડિઝલથી ચાલતા જનરેટરો પણ બંધ કરાવાયા છે જેથી કરીને થોડૂ પ્રદુષણ ઓછૂ થાય અને લોકોને સામાન્ય રાહત મળે.

સાહીન-

 

Exit mobile version