- કોરોનાની ત્રીજી લહેર શરૂ
- કોવિડ -19 દર્દીઓ માટે ફાળવ્યા 500 બેડ
- 110 બેડ આઇસીયુમાં ફાળવવામાં આવ્યા
દિલ્લી: રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. હાલમાં હોસ્પિટલોમાં 7,528 બેડ દર્દીઓથી ભરેલા છે. હોસ્પિટલોમાં કુલ 8,253 બેડ છે. દિલ્હી સરકારે શુક્રવારે કોવિડ -19 દર્દીઓ માટે 500 બેડ ફાળવ્યા હતા, જેમાંથી 110 બેડ આઇસીયુમાં ફાળવવામાં આવ્યા છે.
દિલ્હી સરકારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 685 કોવિડને 1-19 બેડ ફાળવ્યા છે. ખરેખર સરકારે 80 ટકા આઇસીયુ બેડ પ્રાઇવેટ હોસ્પિટલોમાં રીઝર્વ કર્યા હતા, દિલ્હી સરકારના આ આદેશને હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી હતી, જેના માટે સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરવામાં આવી છે.
દિલ્હી સરકારે કહ્યું કે, આ સમયે કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. પ્રથમ લહેર 23 જૂને, બીજી લહેર 17 સપ્ટેમ્બરે અને ત્રીજી લહેર આજથી શરૂ થઇ છે. ત્યારબાદ હવે કોરોનાની ગતિ અટકશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
કોરોનાના વધતા જતા કેસો પર દિલ્હી સરકારે કહ્યું કે, તહેવારોની સીઝન છે. હવે રાજધાની સંપૂર્ણપણે અનલોક થઇ ચુકી છે. લોકો બહોળી સંખ્યામાં બજારમાં પહોંચી રહ્યા છે.આ સાથે જ તેમણે લોકોને વેક્સીન ન આવે ત્યાર સુધી ભીડવાળી જગ્યા એ જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું હતું.
આ સાથે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, પ્રદુષણથી કોરોના સંક્રમણને કોઈ સંબંધ નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું એ કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે.
_Devanshi