Site icon Revoi.in

દિલ્હીવાસીઓને કેજરીવાલની ‘લ્હાણી’, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વીજ બિલ સંપૂર્ણપણે માફ

Social Share

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મોટું એલાન કર્યું છે. કેજરીવાલે કહ્યુ છે કે જો તમે 200 યૂનિટ સુધી વીજળી વાપરો છો, તો કોઈ બિલ આપવાની જરૂરત નથી.

એલાન મુજબ, જો 200 યૂનિટથી ઉપર ખર્ચ કરવામાં આવે છે, તો તેમણે તેનું સંપૂર્ણ બિલ  આપવું પડશે. આ છૂટથી સબસિડી પર લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જે પહેલા હતો.

કેજરીવાલે કહ્યુ છે કે 2013થી પહેલા 200 યૂનિટ માટે 900 રૂપિયા આપવા પડતા હતા. હવે 200 યૂનિટ માટે કોઈ નાણાં આપવા પડશે નહીં.

મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. તેના પહેલા 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ આમ આદમી પાર્ટીને ત્રીજી વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવી એક મોટો પડકાર લાગી રહ્યું છે. જો કે કેજરીવાલની સરકાર દિલ્હીમાં ઈલેક્શન મોડમાં આવી ગઈ છે અને લ્હાણી કરવાનું શરૂ કર્યું છે.