- રક્ષામંત્રી રાજનાથસિંહે એયરફોર્સ કમાન્ડર કોન્ફરન્સનું કર્યું ઉદઘાટન
- 22 થી 24 જુલાઇ સુધી 3 દિવસ ચાલશે આ કોન્ફરન્સ
- એલએસી દ્વારા ચીન સાથેના તનાવ, એરફોર્સની તૈયારીઓ વિશે કરવામાં આવશે ચર્ચા
નવી દિલ્લી: રક્ષામંત્રી રાજનાથસિંહે આજે એયરફોર્સ કમાન્ડર કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે એયરફોર્સએ ખુબ જ પ્રોફેશનલ રીતે બાલાકોટમાં એયરસ્ટ્રાઈક કરી હતી. પૂર્વી લદ્દાખમાં તૈનાત કરીને વાયુસેનાએ એક મજબૂત સંદેશ આપ્યો છે. રક્ષામંત્રીએ એલએસી પર તણાવ ઓછો કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો તરફ ધ્યાન દોરતાં એરફોર્સને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું હતું.
22 જુલાઇથી 24 જુલાઇ સુધી 3 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં એલએસી દ્વારા ચીન સાથે ચાલી રહેલા તનાવ, એરફોર્સની તૈયારીઓ અને પોસ્ટિંગ્સ વિશે ચર્ચા કરવામાં આવશે. તે જ મહિનામાં 5 રાફેલ લડાકુ વિમાનો ફ્રાન્સથી આવી રહ્યા છે જે સંપૂર્ણ રીતે શસ્ત્રોથી સજ્જ છે, તેમની તૈનાતીને લઇ કમાન્ડર કોન્ફરન્સમાં પણ ચર્ચા થવાની ઉમ્મીદ છે.
કોન્ફરન્સમાં એયરફોર્સના ઉચ્ચ અધિકારીઓ રાફેલ લડાકુ વિમાનોની તૈનાત અને કામગીરી અંગે પણ ચર્ચા કરશે. દક્ષિણ એશિયાના પ્રદેશના સૌથી અદ્યતન જેટ વિમાન એરફોર્સને તેમની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એક ધાર આપવા જઈ રહ્યા છે કારણ કે તે ખૂબ અદ્યતન શસ્ત્ર પ્રણાલીથી સજ્જ છે.
_Devanshi