Site icon hindi.revoi.in

રક્ષામંત્રી એ ‘આઈડીઈએક્સ’ લોન્ચ કર્યું – સુરક્ષાદળોને મળશે પ્રોત્સાહન

Social Share

રક્ષામંત્રી રાજનાથ સિંહએ વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ-4 ના લોકાર્પણ સમારોહ દરમિયાન આઈડીઈએક્સ માટે પરિયોજના પ્રબંઘન દ્રષ્ટિકોણના દિશા-નિર્દેશ જાહેર કર્યા છે,આ સમગ્ર બાબતે રક્ષામંત્રલય તરફથી માહિતી આપવામાં આવી છે.

આ લોકાર્પણ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિહંએ કહ્યું કે,  “અમારી સેના પોતાની તકનીકી જરુરિયાતોને પુરી કરવા માટે રક્ષા નવાચાર સંગઠન મંચનો ઉપયોગ કરી શકે છે,તે જ રીતે ભારતીય સ્ટાર્ટઅપ પણ તેનો ઉપયોગ રક્ષણનો ભાગ બનવા માટે કરી શકે છે”.

આ સમગ્ર સ્થિતિ વચ્ચે ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતએ જણાવ્યું હતું કે, “આઈડીઈએક્સની શરુઆત આપણાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે, રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા ફાળવવામાં આવેલ બજેટ સુરક્ષાદળોને પ્રોત્સાહન પુરુ પાડશે, જે નવાચાર આપણે કરી રહ્યા હતા તે હવે વિકાસની પરિયોજનામાં બદલાઈ ચૂક્યું છે”.

સાહીન-

 

Exit mobile version