Site icon Revoi.in

ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ

Social Share

પાકિસ્તાન દ્વારા ભારતને છાશવારે ન્યૂક્લિયર એટેકની ધમકીઓ આપવામાં આવતી રહે છે. પરંતુ પોખરણમાં 1974 અને 1998માં ન્યૂક્લિયર ટેસ્ટ કરનાર ભારતના ઈરાદા તેના કોડનેમ બુદ્ધ-1 અને બુદ્ધ-2માં જ સ્પષ્ટ છે કે હિંસાચારની ભારતની કોઈ મનસા નથી અને પહેલા ન્યૂક્લિયર વેપન્સ નહીં વાપરવાની અત્યાર સુધીની ભારતની સંકલ્પબદ્ધતા છે.

પરંતુ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને પરમાણુ હુમલાની ધમકીઓ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે સૂચક નિવેદન કર્યું છે કે ભારત પરમાણુ હથિયારોનો પહેલા ઉપયોગ નહીં કરવા સાથે જોડાયેલી પોતાની નીતિને બદલી પણ શકે છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પોખરણમાં કહ્યુ છે કે પરમાણુ શસ્ત્રોને લઈને અત્યાર સુધી આપણી નીતિ પહેલા ઉપયોગ નહીં કરવાની રહી છે. હવે ભવિષ્યમાં શું થાય છે, તે તે વખતની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.