- દીપિકાએ ‘અ ચેન ઓફ વેલબીંઇગ’ કરી લોન્ચ
- મેંટલ હેલ્થ પર લોકોને કરશે જાગૃત
- ઇન્સ્ટાગ્રામના ગાઈડ સેક્શનમાં કરાયું લોન્ચ
મુંબઈ : બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રી દીપિકા પાદુકોણ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં અભિનેત્રીએ ગુરુવારે માનસિક સ્વાસ્થ્ય માટે ડિજિટલ ગાઈડને લોન્ચ કરી છે. આ ડિજિટલ ગાઈડનું નામ ‘અ ચેન ઓફ વેલબીંઇગ’ છે. આ ડિજિટલ ગાઈડ અભિનેત્રી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામના ગાઈડ સેક્શનની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે.
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ ‘ગાઇડ્સ’ સુવિધાનો ઉપયોગ કરીને ‘ચેન ઓફ વેલબીંઇગ’ની ચેકલિસ્ટ તૈયાર કરી છે. આનો પરિચય આપતા તેમણે લખ્યું કે, “A gentle reminder to take care”. દીપિકા પાદુકોણ ઘણા સમયથી મેંટલ હેલ્થની સમસ્યા વિશે વાત કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી યુનિસેફે ભારતમાં કેટલાક અન્ય ડિજિટલ પ્રભાવકો સાથે ‘ચેન ઓફ વેલબીંઇગ’ માટેની અભિનેત્રી સાથે ભાગીદારી પણ કરી છે.
દીપિકા પાદુકોણની આ પહેલથી તેના ચાહકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. જ્યાં દરેક લોકો તેની આ ગાઇડને સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે. અભિનેત્રીએ ઘણી વાર કહ્યું છે કે, તે પોતે પણ ડિપ્રેશનનો શિકાર બની છે. જેના કારણે તે દરેકની મદદ કરવા માંગે છે. દીપિકા ઇચ્છે છે કે આ ગાઇડની મદદથી તે શક્ય તેટલા લોકો સુધી પહોંચી શકે અને તેમને મદદ કરી શકે.