Site icon hindi.revoi.in

ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા લેવાયો નિર્ણય- UPI ટ્રાંજેક્શન પર હવેથી નહી લાગે કોઈ ચાર્જ

Social Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિજીટલ પેમેન્ટને ખુબ જ પ્પરોત્સાહન આપવામાં આવી રહ્યું છે, કેસલેક સુવિધાને આગળ વધારવા માટે પેટીએમ, યુપીએ, ભીમ એપ જેવા અનેક પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે, જો કે ગ્રાહકો આ માધ્યમથી પેમેન્ટ તો કરી શકતા હતા પરંતુ તેના માટે થોડા ઘણો ચાર્જ લેવામાં આવતો હતો, ત્યારે હવે ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ ચાર્જ રદ કરવામાં આવ્યો છે.

હવે સરકરા ઓનલાઇન ટ્રાંઝેક્શનને વધુ સરળ બનાવવાની દીશામાં આગળ વધી રહી છે, જે હેઠળ કોઈપણ કાર્ડ કે ભીમ યૂપીઆઇ જેવા ડિજિટલ ટ્રાંઝેક્શન પર મર્ચંટ ડિસ્કાઉંંટ રેટ અટલે એમડીઆર રદ કરવામાં આવ્યો છે, અર્થાત હવેથી આ ચાર્જ ગ્રાહકો પાસે વસુલવામાં નહી આવે તેથી વિશેષ એ કે,ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાની 1 લી તારીખથી જે પણ લોકોનો આ ચાર્જ કપાયો હશે તે તેઓને પરત મળશે, હવે આ આ ચાર્જ નહી વસુલવાની વાતથી એવા લોકો પણ ડિજીટલ પેમેન્ટમાં જોડાશે કે જેઓ ચાર્જ કપાવાના કારણે આ સુવિધાથી દૂર રહેતા હતા.

સીબીડીટી દ્વારા વિતેલા દિવસે રવિવારના રોજ દરેક બેંકોને આ આદેશ જારી કર્યા હતા. આ જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના પહેલી જાન્યુઆરીથી કે ત્યાર બાદ જો કોઇ પણ ગ્રાહક પાસેથી ડિજિટલ મોડ દ્વારા એટલે કે ઓનલાઇન કરાયેલા ટ્રાંઝેક્શન પર ટેક્સ વસુલવામાં આવ્યો હોય તો તે તમામને તે ચાર્જ પરત આપી દેવામાં આવશે, અને હવે આવનારા દિવસોમાં આ ચાર્જ લેવાશે નહી.

આ જારી કરવામાં આવેલા આદેશમાં જણાવ્યા અનુસાર, દરેક બેંકો ઇન્કમટેક્સ 1961 કાયદાની કલમ 269એસયુ અંતર્ગત ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા પહેલી જાન્યુઆરી કે ત્યાર બાદથી કરવામાં આવેલા ટ્રાંઝેક્શ પર વસૂલવામાં આવેલા તમામ ટેક્સને પરત કરશે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સતત ઓનલાઈન ટ્રાન્જેક્શનને વધારવાની દિશામાં કાર્ય કરે છે અને તે માટે અનેક છૂટછાટ આપે છે જેથી વધુ લોકો આ સેવામાં જોડાઈ શકે અને તેનો લાભ લઈ શકે.

સાહીન-

Exit mobile version