- સુપ્રીમ કોર્ટમાં એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા મામલે સુનાવણી
- જાતિગત ભેદભાવ હજીપણ સમાજમાં ચાલુ: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આઝાદીના 70 વર્ષ પસાર થઈ ચુક્યા છે. પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં હજીપણ જાતિગત ભેદભાવ ચાલુ છે અને સરકારો પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ રહી છે. જાતિગત ભેદભાવ હજીપણ સમાજમાં ચાલુ છે અને મેનહોલ, નાળીઓ અન્ય સ્થાનો પર સફાઈ કરનારા લોકો માસ્ક ઓક્સિજન સિલિન્ડર નહીં પહેરવાને કારણે મરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આજે સીવરની સફાઈ કરનારા વ્યક્તિઓને સુરક્ષા નહીં આપવા પર સરકારી એજન્સીઓ પર ટીપ્પણી કરી હતી. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સરકારની ટીકા કરી અને કહ્યું કે દુર્ભાગ્યે જાતિગત ભેદભાવ આઝાદીના 70 વર્ષ વીતવા છતા સમાજમાં વ્યાપ્ત છે. કોર્ટે તેને સૌથી અસભ્ય અને અમાનવીય સ્થિતિ ગણાવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીવર સફાઈકર્મી દરરોજ મરી રહ્યા છે અને તેમને કોઈ સુરક્ષા પ્રદાન કરી રહ્યું નથી અને તેમ છતાં સંબંધિત અધિકારીઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે સફાઈકર્મીઓને સુરક્ષા પ્રદાન કરવામાં બેદરકારી દાખવે છે. ખંડપીઠે સવાલ કર્યો છે કે મેન્યુઅલ સ્કેવેંજિંગ માટે તમે શું કર્યું છે? કોઈપણ અન્ય દેશમાં લોકો સુરક્ષાત્મક યંત્ર વગર મેનહોલમાં પ્રવેશ કરતા નથી.
તમે આના સંદર્ભે શું કર્યું છે? સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ દેશમાં અસ્પૃશ્યતાનું હજીપણ ચલણ છે, કારણ કે કોઈપણ આવા પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા ઈચ્છતું નથી. ખંડપીઠે કહ્યું છે કે સ્થિતિઓમાં સુધારણા થવી જોઈએ.
આ ટીપ્પણીઓ કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મિશ્રા, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી. આર. ગવઈની ખંડપીઠે કેન્દ્ર સરકારની પુનર્વિચારણા અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. પુનર્વિચારણા અરજીમાં કેન્દ્ર સરકારે 2018ના ચુકાદાને પાછો લેવાની માગણી કરી છે. તેમાં એસસી-એસટી અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી એક ફરિયાદ પર તાત્કાલિક ધરપકડની કઠોર જોગવાઈઓ અને આરોપીઓ માટે કોઈ આગોતરા જામીન હોતા નથી.